સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th September 2021

ગીર સોમનાથ ખાતે કેવીકે ખેતીપાકોમા ડ્રોનના ઉપયોગ માટેનુ મેથડ ડેમોન્સ્ટ્રેશન

 (રામસિંહ મોરી) સુત્રાપાડા : કેવીકે ગીર સોમનાથના વિષય નિષ્ણાંત પુજાબેન નકુમે જણાવ્યુ હતુ કે ભાકૃઅનુપ, ન્યુ દિલ્હીના આદેશ હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ગરૂડા એરોસ્પેસ લિ. ચેન્નઇ, તમિલનાડુ ટીમ દ્વારા ખેતીના પાકમા ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટેનું મેથડ ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેવીકેની સમગ્ર ટીમ તેમજ ૪૫ જેટલા ખેડૂત મિત્રોએ હાજરી આપી હતી. ટીમે આ ડ્રોનની કાર્યક્ષમતા, ખર્ચ અને ડ્રોનના લાભાલાભ વિશે સૌ કોઇને માહિતગાર કર્યા હતા અને ઉમેર્યુ હતુ કે ડ્રોનની વિશેષતાએ છે કે ઓછા સમયમાં વધુ વિસ્તારમાં અને ઓછા પાણીની જરૂરિયાત દ્વારા દવાનો અસરકારક છંટકાવ કરી શકાય છે. આ ડ્રોન દ્વારા કોઇપણ પાકમાં દવાનો છંટકાવ કરી શકાય છે. આ ઉપરાંત આ ડ્રોન બેટરી સંચાલીત કે પેટ્રોલ - ડીઝલ સંચાલીત હોય છે કે જેના દ્વારા ખૂબ જ ઓછા સમયમાં વધુ વિસ્તારમા દવાનો છંટકાવ કરી શકાય છે. આ ડ્રોન દ્વારા ધાન્યપાક, રોકડીયા પાક, કઠોળ પાક તથા નાળિયેર અને આંબા વગેરે જેવા બાગાયતી પાકોમાં દવાનો છંટકાવ કરી શકાય છે.

(10:15 am IST)