સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th September 2020

વ્હોરા મસ્જિદો ખુલી ગઇ : સળંગ છ માસથી બંધ હતી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૧૮ : કોરોના વાયરસને કારણે દુનિયાના દરેક દેશો રાજયોએ પોત પોતાની રીતે લોકડાઉન અનલોક સાથે કોરોનાથી પ્રજા બચી જાય તે માટે અનેક કાયદા કાનૂનો સહારો લીધો હતો પણ વિશ્વના ખૂણે ખૂણે વસવાટ કરતો દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં ધર્મગુરૂ ડો. અબુ જાફ્રુસસાદીક આલિકદર મફદ્દલ સૈફૂદીન સાહેબ (ત.ઉ.શ.) એ દરેક દેશોમાં સરકારના કાયદાનો ચુસ્ત અમલ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવી મસ્જિદો ખોલવાનું ફરમાન જારી કરતા મંગળવારે સાંજે વિશ્વ સહિત રાજકોટ જસદણ જામનગર સુરેન્દ્રનગર બોટાદ અમરેલી મોરબી જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ પોરબંદર ભાવનગર સહિતના જિલ્લાઓના ગામોમાં છ મહિના પછી મસ્જિદો ખુલતા જૂજ વ્હોરા બિરાદરોએ મસ્જિદોમાં થઇ મગરીબ ઇશાની નમાજ ઇમામત સાથે અદા કરી હતી. પ્રથમ લોકડાઉન પૂર્વે જ તમામ વ્હોરા મસ્જિદો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છ માસ બાદ આજે સૌરાષ્ટ્રની તમામ ખાસ કરીને રાજકોટ જામનગરની સૈફી બુરહાની તાહેરી નૂર હુસામી કુતબી મોહંમદી આદમ કલીમી વ્હોરા મસ્જિદો સોશ્યલ ડીસ્ટન્સ જાળવી નમાજીઓથી ગુંજી ઉઠી હતી. સૈયદના સાહેબ હાલ મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેનમાલ ગામે વિખ્યાત હસનફિર સાહેબના મજાર પર રોકાણ કરી રહ્યા છે.

(3:28 pm IST)