News of Wednesday, 18th September 2019
બગોદરા હાઇવે ઉપર વાહને હડફેટે લેતા પ ગાયોના મોત
વઢવાણ, તા. ૧૮ : બગોદરા હાઇવે ઉપર ગત મોડી રાત્રીના સમયે કોઇ અજાણ્યા વાહનના ચાલકે આવા જ એક રોડ રસ્તા ઉપર અડીંગો જમાવી બેઠેલા ગાયોના જમેલા ઉપર વાહનને ચડાવી દેવામાં આવતા આ વાહન હડફેટે આજ રોડ ઉપર પાંચ ગાયોના મોત નિપજાવ્યા છે. ત્યારે રાત્રીના અજાણ્યા વાહનના ચાલકે ગાયોના આ રીતે મોત નિપજાવવાની ઘટનામાં જીવદયા પ્રેમીઓમાં રોષ છવાયો છે.
(1:21 pm IST)