કલ્યાણપુર યુવતિ ઉપર નિર્લજ હુમલો
ખંભાળીયા તા. ૧૮ : કલ્યાપુર ગામે રહેતી પાલીબેન માયાભાઇ રોશીયા (ઉ.રપ) ની અનુ.જાતિની યુવતિ દ્વારકાના લાલસીંગપુર ગામે રહેતો વેજો ઉર્ફે વેજી જીવણ ચાનપા નામનો યુવક ગત તા.૧પ ના રોજ યુવતીનું બાવળુ પકડી મારે તારી સાથે લગન કરવા છે કહી નિર્લજજ હુમલો કરી તેમની સાથે જવા માટેનું દબાણ કરતા યુવતિએ શખ્સ વિરૂદ્ધ કલ્યાણપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
આરંભડા પાસે ફાટક નહી ખોલતા ફાટકમેનને માર માર્યો
મિઠાપુરના આરંભડા સીમમાં આવેલ ફાટક નં.૩૦૯માં ફાટમેન તરીકે ફરજ બજાવતો રેલ કર્મી. અનિલકુમાર છોટેસિંગ ચૌહાણ (ઉ.૪ર) નો યુવાન ગત તા.૧૭ ના આરંભડા ગામની સીમમાં આવેલા ફાટક નં.૩૦૯ ના સ્થળે પોતાની ફરજમાં હોય ત્યારે સોમનાથ-ઓખા ટ્રેન આવતી હોવાથી ફાટક બંધ કરેલ હોય જેથી રમજાન દાઉદ બેતારા રહે. આરંભડા ગામનો શખ્સ મોટરસાઇકલમાં આવી જલદી ફાટક ખોલ કહી હવા ભરવાના લોખંડના પંપ વડે ફાટકમેન અનિલને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરૂદ્ધ મિઠાપુર પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.
ભાટીયામાં શોર્ટ લાગતા મહિલાનું મોતઃ રાજપરા પાસે બાઇક સ્લિપ થતા તરૂણનું મોત
કલ્યાણપુર તાલુકાના ભાટીયા શંકર ટેકરી વિસ્તારમાં રહેતા દેવીબેન માલુભાઇ પારીયા (ઉ.૬પ) ની મહિલા પોતાના ઘરે પાણી આવતા મોટર ચાલુ કરવા ગયેલી હોય ત્યારે અકસ્માતે ઇલેકટ્રીક શોક લાગતા બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામાં આવી હતી જયા ફરજ પરના તબીબે મરણ જાહેર કરતા કલ્યાણપુર પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.મુળ મહારાષ્ટ્રના નંદબાર જીલ્લાના સેતાના ગામે રહેતા અને હાલ કલ્યાણપુરના રાજપરા ગામે ખેત મંજુરી કરતા આદીવાસી પરિવારના પુત્ર કરણ યુવરાજ ભીલ (ઉ.૧ર) નો ગત તા.૪ ના રોજ તેના મોટાભાઇની મોટર સાઇલકમાં પાછળ બેસી જતો હોય ત્યારે રાજપરા પાસે બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયાં તેમનું મોત નિપજતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.