સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th September 2019

માધાપરના આજી-ર ડેમ ખાતે જળ ઉત્સવ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે નમામી દેવી નર્મદ ે મહોત્સવનું આયોજન થતા તે અંતર્ગત માધાપરના આજી-ર ડેમ ખાતે જળ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઇશ્વરીયા મહાદેવના મહંતશ્રી હરીશંકર મહારાજ, તા.પં.ના માજી પ્રમુખ પૃથ્વીસિંહ જાડેજા (ઘોઘુભા), જિ.પં. સદસ્ય સોનલબેન ભરતભાઇ શીંગાળા, તા.પં. પ્રમુખ કિશોરીબા રઘુવીરસિંહ જાડેજા, માધાપરના સરપંચ છગનભાઇ સંખારવા, ઘંટેશ્વરના સરપંચ રઘુવીરસિંહ જાડેજા, ડે. કલેકટર શ્રી જેગોડા, તલાટી કમ મંત્રી રાજનભાઇ જુણેજા, ડીમ્પલબેન ખાણદાર તેમજ મામલતદાર કચેરી અને ફોરેસ્ટ ખાતાના તેમજ પંચાયતના સ્ટાફે ઉપસ્થિત રહી માં નર્મદાની આરતી ઉતારી પૂજા કરી હતી. સવાપાંચ કીલો મેઘલાડુ બનાવી પ્રસાદીનું વિતરણ કરાયુ હતુ. માધાપર પ્રા.શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થયેલ. સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવા જનજાગૃતિ રેલીનો કાર્યક્રમ થયો હતો. (૧૬.૧)

(11:49 am IST)