સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th September 2018

થાનગઢમાં છેલ્લા ૩'દિમાં રના મોત થતા તબીબો સામે આક્ષેપો

વઢવાણ તા.૧૮: સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામે તબીબનો અભાવ અને સારવારમાં બેદરકારી રાખવાના મામલામાં છેલ્લા ત્રણ દિવસમાં બ વ્યકિતઓનામોત નિપજયાની ઘટનાથી થાન ગામમાં રોષ અને શોક છવાઇ જવાની ઘટના બનવા પામેલ છે.

થાનગઢ શહેરની જય અંબે સોસાયટી વિસ્તારમાં રહેતા ભાવેશભાઇ દાનાભાઇ ઉ.વ.૨૩ વાળાને એકાએક છાતીમાં દુખાવો અને ઝાડા ઉલ્ટી થવાના કારણે થાનગઢ ગામના સામુહિક આરોગ્યકેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. થાનગઢના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટર ન હોવાના અભાવ હોવાના કારણે આખરે આ યુવાન ભાવેશભાઇ દાનાભાઇનું સારવાર ન મળવાના કારણે મોત નિપજેલ હોવાનું હાલમાં જાણવા મળેલ છે.

જયારે બીજા બનાવમાં થાનગઢ ગામની શકિત સોસાયટીમાં રહેતા સવજીભાઇ પરસોતમભાઇ મકવાણા (દલવાડી) ઉ.વ.૩૧ને પણ છાતીમાં દુખાવો અને ઉલ્ટી થવાની શરૂઆત થતા થાનગઢ ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા ત્યારે આ દવાખાનામાં ડો. દિદાર અલી કચ્છી પાસે દવા લઇ અને ઘરે આવ્યા બાદ તબીયત વધુને વધુ લથડતા થાનગઢ દવાખાને પહોંચ્યા જયાં ઉપરોકત ડોકટર સારવાર આપેલ તેમજ આ યુવાનને મૃત જાહેર કરેલ હતા ત્યારે પરિવારજનો દ્વારા સવજીભાઇ મોત થવાના મામલામાં થાનગઢ પોલીસ મથકે જાણ કરેલ હતી અને આવી સારવાર આપ્યા બાદ થોડી જ કલાકમાં મોત નિપજવા અંગેની હકીકત થાનગઢ પોલીસને જણાવવામાં આવેલ હતી ત્યારે સવજી મકવાણાના મોત પાછળ જવાબદાર ડોકટરને ગણાવતા સવજી મકવાણાને પી.એમ. માટે રાજકોટ ખસેડવામાં આવેલ ફોરેન્સીક લેબથી સવજી મકવાણાનું પી.એમ. કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. પી.એમ.ના રીપોર્ટમાટે રાહ જોવાઇ રહી હોવાનું પણ જાણવા મળેલ છે. જયારે થાનગઢ પોલીસ સવજી મકવાણાને હદયરોગનો હુમલો આવ્યો હોવાનું અને મોત નિપજેલ હોવાનું પરિવારજનો જણાવી રહયા છે.

(1:36 pm IST)