સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th September 2018

કોડીનારમાં એડીશ્નલ સેસન્શ કોર્ટનું જસ્ટીસ કોગ્ઝેના હસ્તે ઉઘ્ઘાટન

કોડીનાર શહેરમાં ન્યાય મંદિર કચેરી કમ્પાઉન્ડમાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્શ કોર્ટના ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

કોડીનાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટનું ઉદ્ઘાટન કરવા પધારેલા હાઇકોર્ટના જજ શ્રી એ.વાય કોગ્જે એ પ્રથમ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી નવનિર્મિત સસેન્શ કોર્ટ નું ઉદ્ઘાટન કર્યુ હતું. ઉદ્ઘાટન સમારોહમાં બાર એસો. દ્વારા અમાંત્રીત મહેમાનોનું સ્વાગત કર્યાબાદ કોડીનાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન સેસન્શ કોર્ટના પ્રથમ જજ એન.એલ.દવે એ સ્વાગત પ્રવચન કરી આમાંત્રીત નો આભાર વ્યકત કરી કોડીનાર માં સેસન્સ કોર્ટ શરૃ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે ગીર સોમનાથ ડીસ્ટ્રીકટ જજ એ.ડી. મોગલે પ્રાસંગીક પ્રવચનમાં કોડીનાર તાલુકા ની જનતા ને હવે સેસન્શ કોર્ટના કામ માટે બહાર નહીં જવું પડે અને લોકોના નાણાં અને સમય ની બચત થશે, અનેલોકોને ઝડપી ન્યાય મળનાર હોવાનું જણાવી દેશ ભકિતમાટે લશ્કરમાં જોડાવું જરૃરી નથી આપણા પ્રોફેશ્લનમાં નિષ્ઠા અને ઇમાનદારીથી કામ કરવું પણ ભકિત જ હોવાનું જણાવી જેલમા઼ રહેલા કેદીઓની યાતના વિશે જણાવી તેમને ઝડપી ન્યાય અપાવવા આપણી ફરજ હોવાનું જણાવ્યું હતું. જયારે કોડીનાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્શ કોર્ટનું ઉદ્ઘાટન કરવા ખાસ પધારેેલા ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ અને કોડીનાર ના  પનોતા પુત્ર એ.વાય. કોગ્જે એ તેમના જ વતન કોડીનારમાં બાળાઓ એ તેમનું સન્માન ની લાગણી વશ થઇ કોડીનારની યાદી તાજી કરી જણાવ્યું હતુ કે મારૃ નાનપણ કોડીનારમાં વીત્યું છે અને કચેરીની જગ્યાએ હું લખોટી રમતો હતો અને આજે આજ જગ્યાએ કોર્ટનું ઉદ્ઘાટન કરતા હોવાનું જણાવી કોડીનાર સેસન્શ કોર્ટમાં ઉનાથી ૨૧૦૦ જેટલી ફાઇલ કેસો ટ્રાન્સફર થશે ત્યારે વકીલોએ તેમના અસીલો ને આપેલ કમીટમેન્ટ પુરૃ કરવા અને કોર્ટે આપણું ઘર હોય અહીં આવતા મહેમાનો દસ વર્ષ બાદ ઘરના સભ્ય બની જતા હોય કેસોનો ઝડપી નિકાલ કરવા વકીલો ને જણાવ્યું હતું

કોડીનાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્શ કોર્ટ માં ઉદ્ઘાટન સમારોહમાં ગીર સોમનાથ જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી, એડી. કલેેકટર મોદી, જીલ્લાની કોર્ટો ના ન્યાયધીશો,વકીલો આમંત્રીત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૩.૧)

(12:20 pm IST)