સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th September 2018

ગારીયાધારના જુના બેલા રોડ ઉપર ફોનમાં વાત કરવા મુદ્દે મારામારી

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર તા.૧૮: જુના બેલા રોડ પર રહેતા જીતેષભાઇ હિરાભાઇ ચારોલીયા (ઉ.વ.૨૫) દ્વારા ફરીયાદ નોંધાવી હતી કે તેની મામાની દિકરી મુન્નીબેનને આરોપી મહેશ ભાણા ધોળકિયાએ મોબાઇલ ફોન આપેલ જે મોબાઇલ ફોન જીતેષભાઇ પાછો આપવાની ના પાડતા અને તેમની મામાની દિકરી સાથે ફોનમાં વાતો કરવા મામલે ઉશ્કેરાયેલા આરોપી હરેશભાઇ ભાણાભાળ ધોળકિયા, ચંદ્રેશભાઇ ભાણાભાઇ ધોળકિયા અને મહેશભાઇ ભાણાભાઇ ધોળકિયાએ ફરિયાદીને લોખંડના પાઇપ અને ધોકાઓ વડે ઇજાઓ કરેલ છે.(૧.૧૧)

(12:08 pm IST)