સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th August 2022

ભાવનગરમાં સૌપ્રથમવાર નિષ્કલંક કાવડ યાત્રા યોજાશે :શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો

સંતો - મહંતો , રાજકીય , સામાજીક આગેવાનો તેમજ ભાવિક ભકતજનોની ઉપસ્થિતિમાં યાત્રાનું પ્રસ્થાન કરાશે: ભવ્ય લોકડાયરો તેમજ યાત્રિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: નિષ્કલંક કાવડ યાત્રાનું શનિવારે ભાવનગરમાં પ્રથમ વખત અનેરુ આયોજન કરવામાં આવ્યું છે .શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો , સંતો - મહંતો , રાજકીય , સામાજીક આગેવાનો તેમજ ભાવિક ભકતજનોની ઉપસ્થિતિમાં યાત્રાનું પ્રસ્થાન કરાશે. ,ભવ્ય લોકડાયરો તેમજ યાત્રિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રસ્તામાં ઠેર - ઠેર અનેક સામાજીક સંગઠનો - સંસ્થાઓ દ્વારા યાત્રિકોનું સ્વાગત કરવામાં આવશે હાલમાં ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની પુજા અર્ચનાનો વિશેષ મહત્વ હોય છે. તે નિમિત્તે તા . ૨૦-૮ને શનિવારે સાંજે ૪ કલાકે ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગરમાં પ્રથમ વખત જશોનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરીને શહેરના રાજમાર્ગો પર ફરીને નિષ્કલંક મહાદેવ કોળીયાક સુધીની કાવડ યાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે .

 આ યાત્રા દરમ્યાન હોટેલ વૃજ વિહાર ભુંભલી ખાતે ભવ્ય લોક ડાયરો તેમજ યાત્રિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે . કાવડ યાત્રા ભગવાન શિવની પ્રિય યાત્રા છે અને આ યાત્રા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે . કાવડ યાત્રામાં જળ સંગ્રહ પણ રાખેલ છે જેથી કોઈ પણ શ્રધ્ધાળુઓ યાત્રાના માર્ગ પર આવીને પોતાનું જળ પણ અર્પણ કરી શકે છે .

 યાત્રા દરમ્યાન શહેરની વિવિધ ધાર્મિક તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા કાવડ યાત્રિકો માટે ચા , નાસ્તા તેમજ પ્રસાદીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ભાવિકોને પરત ભાવનગર આવવા માટે પણ સંસ્થા દ્વારા વાહનોની વ્યવસ્થા કરવામાં આવેલ છે . સંસ્થા દ્વારા દરેક યાત્રિક માટે કાવડની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે . આ ધાર્મિક યાત્રાનો સમગ્ર ભાવનગરવાસીઓને લાભ લેવા કાવડ યાત્રા સમિતિ દ્વારા અનુરોધ કરાયેલ છે એમ સંસ્થાના આગેવાન કમલેશભાઈ ચંદાણી એ જણાવાયુ હતું

(6:59 pm IST)