સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th August 2018

ભુજના ભારાસરની સીમમાંથી નગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો :મૃતક અરવિંદ કોળી ત્રણ દિવસથી ગુમ હોવાનો ખુલાસો :તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને લાશ ફેંકી દેવયાની આશંકા

 

ભુજ તાલુકાના ભારાસર ગામની સીમમાં હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી. 27 વર્ષિય કોલી યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ હતી.

  લાશની જાણ પોલીસને કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશની ઓળખ કરી હતી. મૃતકનુ નામ અરવિંદ સુલેમાન કોલી હોવાનુ અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતો હોવાનુ સામે આવ્યુ છે .

  મૃતક છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો. ભારાસર ગામની સીમમાં તીક્ષ્ણ હથિયારોના ઘા મારી યુવકનુ મોત નીપજાવી લાશ ફેંકી દેવાઈ હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 

(10:57 pm IST)