સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th July 2019

તળાજા તાલુકામાં એસઆરપી બંદોબસ્ત સાથે વિજ ચેકીંગની ૬૧ ટીમ ત્રાટકી : ૩૬ લાખની વિજ ચોરી ઝડપી

ભાવનગર, તા. ૧૮ : તળાજા શહેર અને તાલુકા માં જયાં વધુ વિજલોસ જોવા મળતો હતો તે વિસ્તાર અને ગામડાઓમાં આજે સૂર્યઉગતાની સાથેજ આજે વિજચોરો પર હથિયાર ધારી એસ.આર.પી બંદોબસ્ત સાથે વીજ કંપનીની એકસઠ ટિમો ત્રાટકી હતી. ટીમોએ ૩૬.૧૪ લાખની વીજ ચોરી ઝડપાઇ હોવાનો દાવો કર્યો હતો.

વીજ કચેરીનાઅધિકારી સૈયદના જણાવ્યા પ્રમાણે વીજ કંપની દ્વારા આપવામાં જે વીજપુરવઠો આપવામાં આવે છે. તેને લઈ કયાં વિસ્તારમાં કેટલી વીજ ચોરી થાય છે તેની ખબર તળાજાથી લઈ વડોદરા ની કચેરી સુધી ખબર પડી જાય છે. આથી આજે વડોદરા કચેરી ્દવારા હથિયારધારી એસ.આર.પી બંદોબસ્ત સાથે સવારના સાતેક વાગ્યે તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ૬૧ ટુકડીઓ ત્રાટકી હતી.

જેમાં ખાસ તળાજા ની મહુવા ચોકડી પરના કોમર્શિયલ અને પસ્વી,પાદરગઢ, શેલાવદર,ભદ્રાવળ સહિતના ગામડાઓમાં કોમર્શિયલ અને રહેણાંકી વિસ્તારમાં ૬૬૩ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૩૯ સ્થળો પરથી ૩૬.૧૪ લાખની વીજચોરી ઝડપાઇ હતી. આગામી દિવાસોમા જયાં વિજલોસ જણાશે ત્યાં ટિમો દ્વારા વિજચોરો પર તપાસ હાથ ધરવામાં આવશે.

(11:52 am IST)