સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th July 2019

અહીં અભ્યાસ કરીને કારકિર્દીના શીખરે પહોચેલ વિદ્યાર્થીઓ આજે પણ યાદ કરે છે

ખંભાળિયા લોહાણા વિદ્યાર્થી ભવનને ૧૦૭મુ વર્ષ બેઠું : ૧૯૧૨માં જામસાહેબે ૧૮૦૦૦ ફુટ જમીન ફાળવેલી : દેવરામભાઇ અખાભાઇ તથા મદનજી કેશવજીએ અનુદાન આપેલ : સ્વ. ડો કેશુભાઇ જોષીના દાદાએ પણ જમીન માટે જહેમત ઉઠાવેલ : ચંદ્રકાંત બરછા અનુભાઇ ત્ન્ના વિગેરે દ્વારા સ્થાનિક ટ્રસ્ટી સાથે રહી વહીવટ ચલાવતા

ખંભાળીયાતા.૧૮ : જુની પેઢીના વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસકરીને આગળ વધ્યા તે ખંભાળિયાનો લોહાણા વિદ્યાર્થી ભવનને હજુ યાદ કરે છે. જે તાજેતરમાં ૧૦૭ વર્ષમાં પ્રવેશ્યુ છે. ૧૯૧૨માં તત્કાલીન ખંભાળિયાના લોહાણા વેપારી દેવરામભાઇ અખાઇ તથા મદનજી કેશવજીએ ૧૮૦૦૦ ફુટ જગ્યાએ લોહાણા વિદ્યાર્થી ભવન બનાવેલુ જેમા ૧૦૭ વર્ષમાં ઢગલાબંધ વિદ્યાર્થીઓએ અહી રહીને અભ્યાસ કરીને પોતાની કારકીર્દી બનાવી હતી.

બન્ને દાતાઓ દેવરામભાઇ અખાઇ તથા શ્રી મદનજી કેશવજીએ ભવ્ય બિલ્ડીંગ અર્પણ કરીને રૂ. ૧૫૦૦૦નું રોકડાનું દાન પણ આપેલુ  લોહાણા જ્ઞાતિના સંતાનો જ અહી અભ્યાસ માટે આવી શકતા હતા. તથા એક સમયે ૧૧૦ જેટલી સંખ્યા ધરાવતી આ લોહાણા બોડીંગમાં એક સમયમાં ખંભાળીયા તાલુકા તથા આસપાસના ઘણા ગામડાઓમાંથી લોહાણા બાળકો અહી અભ્યાસ માટે આવતા હતા.

૧૦૭ વર્ષે અડિખમ બિલ્ડીંગ

૧૦૭ વર્ષ થયા હોવા છતા આજે પણ લોહાણા વિદ્યાર્થી ભવન હજુ અડીખમ ઉભુ છે. તથા આ બિલ્ડીંગ બનાવવા માટે જમીન ફાળવવામાં સ્વ. કેશુભાઇ જોશીના દાદાએ પણ જહેમત ઉઠાવી હતી. મુંબઇના ટ્રસ્ટીઓ મયુરભાઇ તન્ના, ચંદ્રકાંત બરછા તથા અનુભાઇ તન્ના હતા સ્થાનીક ટ્રસ્ટીઓ સાથે રહીને વહીવટ કરવામાં આવે છે. તથા ઘણા લાંબાં સમયથી મનુભાઇ શુકલ મેનેજર તરીકે વહીવટ સંભાળે છે.

ત્રણ વર્ષથી બોડીંગમાં વિદ્યાર્થી નથી!!

૧૦૭ વર્ષ જુનુ ભવ્ય વિદ્યાર્થી ભવન સંસ્થામાં છેલ્લા ત્રણ વર્ષથી એકપણ છાત્ર અભ્યાસમાં રહેવા નથી આવતા જેની હાલ  સરકાર એજ્યુકેશન ટ્રસ્ટને ભાડે રાખીને તેની આવકમાંથી તાજેતરમાં રીનોવેશન થયુ હતુ.

એક સમયે ધમધમતુ આ વિદ્યાર્થી ભવન અત્યારે વિદ્યાર્ર્થીઓના વ્યાપ વધ્યો હોવા છતા પણ અહી એકપણ છાત્ર અભ્યાસમાં રહેવા નથી આવતો તે પણ નવાઇની વાત છે. જોકે રઘુવંશી કન્યા છાત્રાલય ખંભાળિયામાં ચાલુ છે.

આજે પણ આ ૧૦૭ વર્ષ જુની બિલ્ડીંગ તે સમયના રઘુવંશી વેપારી દાતાઓની મહાનતા વ્યકત કરે છે.

(11:37 am IST)