સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th July 2019

મોટી પાનેલીમાં વરૂણદેવને રીઝવવા શાળાના બાળકોએ કરી શિવવંદના બરફનો અભિષેક

પૌરાણિક માન્યતા અનુસાર

મોટી પાનેલી, તા. ૧૮: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની શ્રી સરસ્વતી ધામ શાળાના બાળકોએ રિસાયેલા વરૂણદેવને રીઝવવા પૌરાણિક માન્યતા મુજબનો અનોખો અભિગમ અપનાવી ગુરૂપૂર્ણિમાના પવિત્રદિને ગામના તમામ પંદર જેટલા શિવાલયોમાં બરફનો અભિષેક કરી ગામના મેઇન ચોક લીમડા ચોક ખાતે શિવ વંદના કરી ઁ નમઃ શિવાયના જાપ કરેલા. આ તકે બાળકોએ ગ્રામજનોને પણ આ સર્વજન સુખાય હેતુથી કરવામાં આવેલા પ્રયાસમાં જોડાવા ખાસ આમંત્રણ પત્રિકા પણ વહેંચી હતી.

ગામના દરેક શિવાલયોમાં બરફનો અભિષેક માટે સેવાભાવી યુવાનો વિજય પરમાર, ભાવેશ તન્ના, પ્રફુલ ફિનડોરીયા, આસીફ મેર, પુંજો હુણ, જીજ્ઞેશ દાવડા બાળકો સાથે જોડાઇ સુંદર સહકાર આપેલ હતો.

બાળકોએ સાચા દિલથી શિવજીને પ્રાર્થના સાથે શિવ વંદના કરી વરૂણદેવની કૃપા થાય તેવી ખરા અર્થમાં અર્ચના કરેલ. તમામ બાળકો સાથે શિક્ષિકા બહેનો તેમજ સેવાભાવી યુવાનોને શાળા સંચાલકશ્રીએ અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.

(11:34 am IST)