સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th July 2019

ગોંડલના દેરડી(કુંભાજી)માં વરૂણદેવને રીઝવવા ગૌમાતા અને શ્વાનોને લાડુનુ વિતરણ : રામધુન

ગોંડલ : સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં છેલ્લા દ્યણાં સમયથી મેદ્યરાજાનું આગમન જોવા મળ્યું નથી.જેમને કારણે જગતના તાત સહિતના લોકો ચિંતાતુર બન્યા છે. મેઘરાજા મન મૂકીને વરસે તે માટે ઠેરઠેર રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જયારે ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે મેઘરાજાને મનાવવા માટે ગામના પંચધ્વજ હનુમાનજી યુવક મંડળ અને ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા એક અનોખું સેવા કાર્ય હાથ ધરીને મેઘરાજાને મનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. ગામના પંચધ્વજ હનુમાનજી યુવક મંડળ અને ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા રામધૂન બોલાવીને ગામના આર્થિક સહયોગથી ૫૦૦ કિલો જેટલા કૂતરા અને ગાયોના જમણવાર માટે લાડુંનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મેદ્યરાજાને રીઝવવાના એક અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.(તસ્વીર - અહેવાલ : નરેશ શેખલીયા - ગોંડલ)

(11:19 am IST)