સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th July 2018

પ્લાસ્ટીક વેસ્ટના સરળ નિકાલની ટેકનીક-જાગૃતિના પગલા લેવા જોઇએ

ધોરાજીના વેપારીઓએ અમદાવાદની બેઠકમાં વ્યકત કરેલો વિચાર

ધોરાજીઃ દેશભરના રાજયોના પ્લાસ્ટીકના ઝબલાના વપરાશ તેમજ અન્ય પ્રોડકટો ઉપર પ્રતિબંધના પગલે પ્લાસ્ટીક મેન્યુફેકચર એશો.ના હોદ્દેદારોની બેઠક તાજેતરમાં અમદાવાદ ખાતે મળી હતી.

આ બેઠકમાં ધોરાજી, જુનાગઢ, ભાવનગર, રાજકોટ, કલોલ, બરોડા, બોમ્બે, વાપી, અમદાવાદ સહિતના પ્લાસ્ટીક એશો.ના પ્રમુખો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં દરેક વેપારીઓનો મત એવો હતો કે પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકવાથી અનેક કારખાના બંધ થઇ જતા લાખો લોકો બેકાર થઇ જશે. જેથી લોકોની રોજીરોટીનો મોટો પ્રશ્ન ઉભો થશે અને અનેક સામાજીક સમસ્યાઓ સર્જાશે.

સરકારે ઉદ્યોગોને ટકાવવા ખરેખર પ્લાસ્ટીક વેસ્ટનો ઝડપી અને અસરકારક નિકાલ કરવા નવી ટેકનીક અપનાવવી જોઇએ અને પ્લાસ્ટીક વેસ્ટનો યોગ્ય રીતે યોગ્ય સ્થળેજ નિકાલ કરવા લોકોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજવા જોઇએ જેથી કરીને પ્રદુષણ નિયંત્રણમાં રહે.

માટે ખરેખર સરકારે પ્લાસ્ટીક વેસ્ટથી રીસાયકલીંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી  સમગ્ર દેશમાં પ્લાસ્ટીકથી થતા પ્રદુષણનો પ્રશ્ન હલ થઇ શકશે તેમ દલસુખભાઇ વાગડીયાએ જણાવ્યું હતું.

આ મીટીંગ બાદ ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રીને સામુહિક રજુઆત કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.

(11:58 am IST)