સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th July 2018

ગીર સોમનાથ જીલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોમાં જરૂર પડયે એરફોર્સ-કોસ્ટગાર્ડની મદદ લેવાશેઃ વિજયભાઇ રૂપાણી

વેરાવળના ઇણાજ સેવા સદનમાં અધિકારીઓ સાથે રાહત-બચાવ કામગીરીની સમીક્ષા

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૧૮ :.. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગીર સોમનાથ જીલ્લામાં થયેલા ભારે વરસાદ વાળા વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરેલ જીલ્લા સેવા સદન ઇણાજ ખાતે રાહત બચાવ કામગીરી અંગે રીવ્યુ બેઠક યોજી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

એરફોર્સનું હેલીકોપ્ટર દ્વારા હવાઇ નિરીક્ષણ કરેલ હતું. આ હેલીકોપ્ટર સોમનાથ ખાતે ઉતરાણ ન થતાં જેતપુર ખાતે ઉતારેલ અને મોટર માર્ગ સોમનાથ આવી પહોંચેલ અને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સૌ પ્રથમ રાહત બચાવ કામગીરી પ્રાથમિકતા આપી યુધ્ધનાં ધોરણે હાથ ધરવા સાથે જાનહાની અને પશુ મૃત્યુ ન થાય તે અંગે પુરતી તકેદારી લેવા જણાવેલ હતું.

ગીર સોમનાથ જીલ્લામાં પ્રભાવિત વિસ્તારોમાં એન. ડી. આર. એફ. ની બે ટીમો કાર્યરત છે વધુ બે ટીમ કાર્યરત થશે તેમજ એસ. આર. પી. ની એક રેસ્કયુ ટીમ ફાળવાશે તેમજ કોસ્ટ ગાર્ડનો એરફોર્સની મદદ લેવા રાજય સરકારે પ્રતિબધ્ધતા દર્શાવેલ.

અધિકારીઓ કર્મચારીઓની રજા રદ કરવા સાથે જિલ્લા પ્રભારી સચિવ સંજય નંદન વરીષ્ઠ સનદી અધિકારીઓ તકેદારી રાખશે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી આરોગ્ય સેવાઓ અને પીવાનો પાણીનો પુરવઠો અવિરત મળતો રહે તેમજ પાણીજન્ય કે કોઇપણ કે કોઇ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તે માટે પગલા લેવા જણાવેલ.

વરસાદના પાણી ઓસરી ગયા બાદ સર્વે કરીને સમય મર્યાદામાં પુર્ણ થાય તેવું સ્પષ્ટ જણાવેલ હતું. મુખ્યમંત્રીનાં હવાઇ નિરીક્ષણમાં મુખ્ય સચિવ ડો. જે. એસ. સિંઘ અગ્રસચિવ કે. કૈલાષનાથ પણ હવાઇ નિરીક્ષણ કરે છે.

ગીર સોમનાથ જીલ્લાનાં કલેકટર અજય પ્રકાશે બેઠકમાં રાહત બચાવ કામગીરીની વિગતો આપતા જણાવેલ છે કે, ભારે વરસાદથી પ્રભાવિત ઉના ગીર ગઢડા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ૪૦ ઇંચ જેટલો વરસાદ પડતા તંત્રએ અસરકારક પગલા લઇ કામગીરી કરી હતી.

તેમજ ધોવાણ થયેલ રસ્તાનું પાણી ઓસરતા યુધ્ધનાં ધોરણે કામગીરી કરવામાં  આવશે હાલ એક હજાર લોકોનું સ્થળાંતર કરેલ છે એન ૧૦ ગામોમાં વિજ પુરવઠો બંધ છે. જે વરસાદનાં પાણી ઓસરતા કામગીરી શરૂ થશે.

ભારે વરસાદનાં હવાઇ નિરીક્ષણ બાદ સોમનાથ મંદિરે પૂજા-અર્ચના કરેલ હતાં જેમાં મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘ, અગ્ર સવિચ કે કૈલાશનાથન પ્રભારી સચિવ સંજયનંદન, સાંસદ રાજેશ ચુડાસમા, બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, જૂનાગઢ જિ. વિકાસ અધિકારી ચૌધરી, ગીર સોમનાથ જીલ્લાના વિકાસ અધિકારી અશોક શર્મા, જૂનાગઢ જિલ્લાનાં પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા, ગીર-સોમનાથનાં પોલીસ અધિક્ષક હિતેષ જોઇસર પણ ભગવાન સોમનાથ દાદાનાં દર્શન કરેલ હતાં.

સોમનાથ દાદાનાં દર્શન બાદ સોમનાથ ટ્રસ્ટનાં મેનેજર  ચાવડાએ મુખ્યમંત્રીને મોમેન્ટો આપી સન્માન કરેલ હતું. (પ-

(11:55 am IST)