ટંકારા લોહાણા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન
ટંકારા : લોહાણા સમાજની યુવા પાંખ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પ્રમુખ કાંતીભાઇ ક્કકડની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કે.જી. થી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓનું શીલ્ડ આપી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે લોહાણા સમાજના પ્રમુખ કાંતીભાઇ કકકડ, પ્રવિણભાઇ સેજપાલ, મહિપતભાઇ બુધ્ધદેવ, ગીરીશભાઇ, મગનભાઇ વિઠલાણી, તુલશીભાઇ ભગદેવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. ધો.૧૨માં સેજપાલ મીત અશોકભાઇ, ધો.૧૧માં કટારીયા ધ્વની હરેશભાઇ ધો. ૧૦માં સેજપાલ ઉત્સવ સંજયભાઇ પ્રથમ નંબરે આવેલ. જેને શિલ્ડ આપી સન્માનીત કરેલ છે. દરેક ધોરણમાં પ્રથમ ત્રણ નંબર મેળવનારને શીલ્ડ આપવામાં આવેલ. રીતેશભાઇ કકકડ તથા કિર્તીભાઇ સેજપાલ દ્વારા આયોજકોની પ્રશંસા કરવામાં આવેલ અને આયોજક યુવાનોને ગણેશજીની મુર્તિ અર્પણ કરી હતી.