સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th July 2018

દ્વારકામાં અષાઢી બીજ નિમિતે રથયાત્રા નિકળી

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજ નિમિતે રથયાત્રા ઉત્સવમાં ઠાકોરજી બાલસ્વરૂપને ચાંદીના રથમાં બેસાડી મંદિરની ચાર પરિક્રમા કરવામાં આવી હતી. શ્રીજીની દરેક પરિક્રમા વખતે પરિક્રમા પૂર્ણ થયા બાદ ભેટ સામગ્રી તથા આરતી કરવામાં આવેલ હતી. શ્રીજીની ચોથી અંતિમ પરિક્રમા પૂર્ણ થયા બાદ શ્રીજીના રથને જગતમંદિર પરિસરમાં આવેલ દેવકીજીના મંદિર પાસેના સ્થંભ સાથે અથડાવવામાં આવ્યો હતો. લોકવાયકા મુજબ શ્રીજીના સ્તંભ સાથે અથડાવવાથી વાદળો બંધાય છે અને સારો વરસાદ થાય તેવી લોકમાન્યતા છે. આ ધાર્મિક પ્રસંગે શ્રીજી દિવ્ય રથ પર યાત્રા કરવાનુ સવિશેષ મહત્વ છે. જે ભકત ભગવાનનું રથનું દોરડુ ખેચેં. ભગવાન તેના જીવનના રથનું દોરડુ ખેચે છે. આ પ્રસંગે હજજરો ભાવિકો તેમજ પૂજારી પરિવાર બહોળી સંખ્યામાં જોડાયા હતા. તે પ્રસંગની તસ્વીર.

(11:46 am IST)