સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th July 2018

યાત્રાધામ દ્વારકામાં અંધારપટ :વીજતંત્રમાં અંધેર :ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ

પ્રથમ વરસાદમાં જ વીજતંત્રની પોલ ખુલી :કમ્પ્લેન નંબર પર સતત નો રિપ્લાઈ : વિજપુરવઠાની સાથે તંત્રની ફરજનિષ્ઠ પણ ગાયબ

 

યાત્રાધામ દ્વારાકમાં પ્રથમ વરસાદે વીજ તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે દ્વારકામાં આજે મેઘરાજાએ પધરામણી કરતા અંધારપટ થયો હતો ત્યારે વીજ તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી હતી

  પ્રી મોન્સૂનની તૈયારીના રૂપાળા નામ હેઠળ તંત્રએ કેળવેલી સજ્જતાના લિરા ઉડ્યા હતા હજુ તો આજ પ્રથમ વાર વરસાદની એન્ટ્રી સાથે વીજપુરવઠો ગાયબ થયો હતો સાથે વીજ તંત્રની ફરજ નિષ્ઠ પણ ગાયબ થઇ હતી બપોરે 3 વાગ્યેથી રાતના 10 વાગ્યા સુધી લોકો  વીજ પુરવઠાથી વંચિત રહ્યા હતા

  જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં અંધાર પટ્ટ જેવી સ્થિતિ સર્જાઈ હતી સવારથી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોની સાંજે ધીરજ ખૂટી હતી અને વીજતંત્રને યાદ કરીને ફોન લગાવતા હતા પરંતુ તંત્ર ઘોરનિંદ્રામાં હતું સાંજે વાગ્યાથી કમ્પ્લેન નંબર પર પણ નો રીપ્લાય આવતો હતો

  વીજવાયરનું અંડર ગ્રાઉન્ડ વાયરિંગ કર્યું કે વીજપુરવઠો અંડર ગ્રાઉન્ડ કર્યો? તેવો  લોકમુખે પ્રશ્ને ચર્ચાતો હતો દ્વારકવાસીઓ સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી સંતોષ માન્યો હતો જયારે જવાબદાર અધિકારીઓ નું છેલ્લા બે કલાક થી કામ માં વ્યસ્ત નું રટણ કરતા હતા

(12:07 am IST)