સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

મોરબી : સેવાભારતી દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં નળીયાનું વિતરણ

મોરબી : તાઉતે વાવાઝોડાએ રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં વિનાશ વેર્યો હતો. તે વિસ્તારમાં મોટાભાગના ઘરને ખૂબ નુકશાન થયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી-ગુજરાત દ્વારા 12000 નળિયા તથા 300 મોભિયા રાજુલા ખાતે તથા 11500 નળિયા તથા 500 મોભિયા જાફરાબાદ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:36 pm IST)