સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

જામખંભાળીયામાં બે કલાક માં 4 ઇંચ વરસાદ ખાબક્યો: દલવાડી હોટલ અને સલાયા ચાર રસ્તા પાસેના ડાયવર્જનમાં ભરાયા પાણી :જામનગર હાઇવે પર વાહનોની લાંબી કતારો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા માં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના પગલે જામખંભાળીયા - જામનગર હાઇવે પર વાહનો ની લાંબી કતારો જોવા મળી હતી

હાઇવે પર ફોર લેન ના ચાલતા કામ ન કારણે પાણી ભરાઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો છે બીજીતરફ  ખંભાળિયા દલવાડી હોટલ અને સલાયા ચાર રસ્તા પાસેના ડાયવર્જન માં ભરાયા પાણી છે પાણી ભરાતા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા હતા
પુલનું નિર્માણ કાર્ય ચાલુ હોય ડાયવર્જનમાં પાણી ભરાતા જામ અને દ્વારકા તરફ હાઇવે પર વાહન ચાલકો ને અવરજવરમાં મુશ્કેલીઓ  પડી રહી છે .

(8:55 pm IST)