News of Friday, 18th June 2021
કચ્છમાં ધીમી ગતિએ મેઘરાજાની પધરામણી: ભુજ અને ગાંધીધામ પંથકમાં છૂટો છવાયો વરસાદ :૨ વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ, ભારે ઉકળાટ અને બફારા બાદ થોડી રાહત
(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) સતત ઉકળાટ અને બફારા પછી આજે બપોરે ભુજ અને ગાંધીધામ પંથકમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ગઈકાલે ભચાઉ અને રાપર પંથકમાં વરસાદ પડ્યો હતો. જ્યારે આજે કચ્છના બે મુખ્ય શહેરોમાં મેઘરાજાના આગમનથી લોકો ખુશ થઈ ગયા છે. આ લખાય છે, ત્યારે હજીયે વાદળો ઘેરાયેલા છે અને વરસાદ પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. બપોરે ૧૨ થી ૨ દરમ્યાન અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
(2:22 pm IST)