સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

લોકોને સીધા જ સ્પર્શતા વિવિધ પ્રજાકિય પ્રશ્નો ઉઠાવતા 'ટીમ ગબ્બર'નાં સૂત્રધારો : સરકારમાં ધારદાર રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮:લોકોને સીધા સ્પર્શતા વિવિધ પ્રજાકિય પ્રશ્નો ઉઠાવી રાજયકક્ષાની આક્રમક સ્વૈચ્છિક સંસ્થા 'ટીમ ગબ્બર'ના સુત્રધારો કે.એચ.ગજેરા (સુરત) તથા નયનભાઇ જોષી (એડવોકેટ,વિસાવદર) નીચે મુજબના પ્રશ્નોની સરકારમાં લેખીતમાં ધારદાર રજુઆતો કરી છે.

તાજેતરમાં રાજય સરકારે ગુજરાતના રિસોર્ટ, હોટલ,રેસ્ટોરન્ટ,વોટર પાર્ક માલિકોને વર્ષના મિલ્કત વેરા માફ કરવાની જાહેરાત કરી છે.અને તે એપ્રિલ થી માર્ચ-૨૨ સુધીના આવા ઉદ્યોગપતિના મિલ્કત વેરા અને ફિકસ ચાર્જ માંથી મુકિત આપેલ છે. અને માત્ર વપરાશ થાય તેનું બિલ અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આજ રીતે ગુજરાતના ખેડૂતોના વર્ષ ના વીજળીબિલના ફિકસ ચાર્જ દૂર કરી અને મિલ્કત વેરામાં મુકિત આપવી જોઈએ.

હાલમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૦૨૨ હાલમાં ચાલુ થઇ ગયું છે.અને ગુજરાતના મધ્યમ વર્ગના અને પછાત વર્ગના લોકોના બાળકો માટે મફત શિક્ષણ મળી રહે તે માટે સરકારના 'રાઇટ ટુ એજયુકેશન' અંતર્ગત પ્રવેશ પ્રક્રીયાની કામગીરી ત્વરીત શરૂ કરવી જોઈએ.

'જગતના તાત' એવા ખેડૂતોને લાંબા ગાળાના પાક ધિરાણમાં જે (+) % વ્યાજ સબસિડી આપવામાં આવે છે અને જે ખેડૂત દ્વારા માર્ચ-૨૧માં મંડળીમાં પાક ધિરાણના નાણાં ભર્યા છે તેઓને નિયમ મુજબ ્રુ વ્યાજ પરત આપવામાં આવે છે અને માર્ચના વિત્યાના મહિના બાદ પણ હજી સુધી સહકારી મંડળીઓ દ્વારા % વ્યાજ વળતર હજી સુધી ખેડૂતો ને આપવામાં આવેલ નથી.જેથી ડીવીડન્ડ અને વ્યાજ ખેડૂતોને ત્વરીત ચૂકવવુ જોઇએ.

ગુજરાત ની .માધ્યમિક શાળાઓ અને ૨૫૦ થી વધુ કોલેજોમાં ગ્રંથપાલ નથી.અને ૨૦૦ થી વધુ .માધ્યમિક શાળાઓ માં ગ્રંથપાલની જગ્યા ખાલી પડી છે. અનુદાનીત કોલેજોમાં /.મા.શાળામાં ગ્રંથપાલ હોવાના કારણે વિદ્યાર્થીઓ ને રિચર્સ કરવામાં મુશ્કેલી પડતી હોય છે.અને વિદ્યાર્થીઓને સંશોધનમાં અડચણ ઉભી થઈ રહી છે.અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અટકી જાય છે.જેથી ગ્રંથપાલોની ત્વરીત ભરતી પ્રક્રિયા શરૂ કરવી આવશ્યક છે.

અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાના શાખપુર ગામે જુના સમયમાં ગાયકવાડી સ્ટેટનું ગામ હતું.તે સમયે ગાયકવાડ સ્ટેટ દ્વારા જમીન જગ્યા સરકારી દવાખાના માટે ફાળવવામાં આવેલી હતી.હાલમાં જગ્યા પડત્ત્ પડી રહેલ છે જેથી જગ્યામાં સરકારી હેલ્થ સેન્ટરનું નિર્માણ કરી તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે તો લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે.જેથી સરકારે ત્વરીત યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

ઉપરોકત વિવિધ પ્રશ્ને 'ટીમ ગબ્બર'ના સુત્રધારોએ રાજય સરકાર ઉપરાંત ધારાસભ્યો-સંસદસભ્યોને પણ લેખીત પત્રો પાઠવી વાકેફ કર્યા છે.

(1:28 pm IST)