સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th June 2020

ધોરાજીના રસુલપરામાં સામાન્ય ઝઘડામાં ફઝલ સમાની હત્યા કરનાર દંપતિ હાથવેંતમાં

આરોપી સલીમ અને જીન્નત સામે ગુન્હો બાદ તપાસનો ધમધમાટ

પ્રથમ તસ્વીરમાં મૃતકનો મૃતદેહ, બીજી તસ્વીરમાં ફાઇલ ફોટો અને ત્રીજી તસ્વીરમાં પોલીસ તપાસ થતી નજરે પડે છે. (તસ્વીર, અહેવાલઃ કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

ધોરાજી,તા.૧૮: ધોરાજીના જૂના ઉપલેટા રોડ રસુલ પરા વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે મુસ્લિમ યુવકની શિક્ષણ ગામ મારીને હત્યા નિપજાવવાના કેસમાં સમગ્ર ધોરાજીમાં ભારે ચર્ચા વ્યાપી ગઇ હતી આ સમયે પોલીસે તાત્કાલિક દ્યટનાસ્થળે પહોંચી છતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ જિલ્લા પોલીસ વડાની સુચના થી જેતપુર ના ડીવાયએસપી સહિત પોલીસ કાફલો રસુલ પરા વિસ્તારમાં પહોંચી ગયો હતો અને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આ સમયે મોડીરાત્રીના મરણ જનારના બહેને એ જ વિસ્તારમાં રહેતો સલીમ અને તેની પત્નીએ બંને સાથે મળીને તેના ભાઇની હત્યા કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધોરાજીના ઉપલેટા રોડ રસુલ પરા વિસ્તારમાં ગઇકાલે રાત્રીના સમયે ફઝલ ગુલમામદ સમા ઉંમર વર્ષ ૩૪ જે પોતાનું મોટરસાયકલ લઈને તેમના ઘર તરફ જતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષણ ઘા મારીને હત્યા નિપજાવી દીધી જે અંગે મરણ જનારના બહેન જીન્નતબેન રફિકભાઈ ગુલમામદ સમા ને જાણ થતા તેઓએ તાત્કાલિક તેમના ભાઈને છોડાવવા માટે સ્થળ ઉપર જતા આરોપી સલીમ એ તેને ધક્કો મારી ને પછાડી દઇ આ વિસ્તારમાં નહીં આવવાનો જણાવતા બહેન પડી ગઈ હતી.

જે બનાવ અંગે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર બહેન જીન્નત બેન રફિકભાઈ ગુલમામદ સમા એ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવેલ કે તેનો ભાઈ ફઝલ ગુલમામદ સમા તેનું મોટરસાયકલ લઈને રસુલ પરા માં તેમના ઘરે જતો હતો એવા સમયે આજ વિસ્તારના સલીમભાઇ અને તેના પત્નિ જીન્નત સાંધ ફઝલને મારતા હોય જે અંગે મને મારા પાડોશી ને જણાવતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મેં મારા ભાઈને છોડાવવાનો પ્રયત્ન કરતા સલીમ એ મને ધક્કો મારીને પાડી દીધેલ અને કહેલ કે રસુલ પરા માં કોઈપણ છોડાવશે તો હું પાડી દઈશ એમ કહીને મને ધક્કો મારી દીધો અને મને ચક્કર આવી જતાં હું પડી ગયેલ છે પછી શું બનાવ બન્યો એ મને ખબર નથી આ સમયે મને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવે અનેઙ્ગ સાજી થઈ જતા ઉપરોકત બનાવવા અંગે મેં પોલીસને હકીકત જણાવી હતી.

ફરિયાદમાં જીન્નત બેન રફિકભાઈ સમા એ જણાવેલ કે મારો ભાઈ ફઝલ સમાં કોઈ ગુનાહિત પ્રવૃત્ત્િ।માં નહોતો પરંતુ મને જાણવા મળેલ છે તે મુજબ ગઈ તારીખ ૨૧/ ૫ /૨૦૨૦ ના રોજ મારો ભાઈ ફઝલ અને તેના મિત્રો અશફાક અને સિકંદર ત્રણેય જણા સલીમ ના ઘર પાસે ઉભા હતા અને ગાળો બોલતા હોય જેથી કરીને તેને ઘર જતું રહેવાનું કહેતા તે બાબતે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડાનો ખાર રાખી ને મારા ભાઈને સલીમ અને તેની પત્નીએ ધોકા મારી ફઝલને ને જાનથી મારી નાખેલ છે.

જે અંગે ફરિયાદ નોંધાવતા ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીએ આઇપીસી કલમ ૩૦૨ ૨૦૧ ૧૯૪ (ખ) ૧૧૪ ૧૩૫ આ મુજબનો ગુનો નોંધી જેની તપાસ હાથ ધરી છે અને આરોપી સલીમ અને તેની પત્નીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉપરોકત બનાવવાની રીત ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સૂચનાથી જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંર તાત્કાલિક ધોરાજી દોડી આવ્યા હતા તેમજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી મહિલા પીએસઆઇઙ્ગ નયનાબેન કદાવલા પીએસઆઇ શૈલેષ વસાવા તેમજ ધોરાજીનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ અને સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો તેમજ કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે પણ પુરી રાત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

મરણ જનાર ફઝલના મૃતદેહને રસુલ પરા ખાતે થી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવેલ ઉપરોકત બનાવ અંગે ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.(

(12:42 pm IST)