સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં પ્રવેશોત્સવ ઉજવાયો

હળવદ : નાના બાળકો હવે અક્ષરજ્ઞાન માટે શિક્ષણ લેવા પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે. પ્રાચીનકાળમાં જેમ ઉપનયન સંસ્કાર દ્વારા અભ્યાસની શરૂઆત થતી હતી તેમ હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં પ્રવેશોત્સવની ઉજવણી કરીને વિદ્યા અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. ધોરણ એકમાં પ્રવેશ મેળવેલા બાળકોને તિલક કરીને કાર્ટુન ટોપી પહેરાવવામાં આવી હતી. બાળકોને શાળાના સંચાલકો એ ડબલ લાઇન વાળી નોટબુક પેન્સિલ સંચો સહિતના સાધનોની એક નાનકડી કીટ બાળકોને આપવામાં આવી હતી. પ્રાથમિક શાળાના નાના બાળકો સર્વશિક્ષા અભિયાન થીમ ચલે હમ સ્કૂલ સોંગ ગીતો સાથે ડાન્સ કર્યો હતો. ધોરણ એકના વર્ગ શિક્ષક હેતલબેન ચાવડાએ તમામ વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કર્યા હતાં. (તસ્વીરઃ હરીશ રબારી હળવદ)

(2:43 pm IST)