સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

વીરપુર જલારામધામમાં શૌચાલયમાં પડી ગયેલ ગૌમાતાને ગૌસેવકોએ હેમખેમ બહાર કાઢયા

વીરપુર જલારામધામમાં જાહેર શૌચાલયની કુંડીમાં પડી ગયેલ ગૌમાતાને ગૌસેવકોએ જેસીબી મશીનની મદદથી બહાર કાઢેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃકિશન મોરબીયા)

વીરપુર,તા.૧૮: સેવાનો જયાં સૂરજ હમેશા તપતો રહે છે તેવા વીરપુર જલારામ ગામે ગૌસેવકોનું સેવાકીય પગલું, ગૌસેવકો દ્વારા ખૂંપી ગયેલ ગાયમાતાને જેસીબી થી હેમખેમ બહાર કાઢી હતી.

વીરપુર જલારામધામમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પે એન્ડ યુઝ જાહેર સૌચાલયના કુંડીમાં કુંડી માથેનાં પાપડા કોઈ કારણોસર તૂટતા એક ગાય કુંડીમાં ખુંપી ગઈ હતી જયારે આ ઘટનાની જાણ કોઈએ ગૌસેવકોને જાણ કરતા ગૌસેવક ભુપતભાઇ ભરવાડ સહિતના ગૌસેવકો દોડી ગયા હતા અને ગાયમાતાને બચાવવા માટે જહેમત ઉઠાવી હતી.

જોકે સૌચાલયની કુંડીમાં થી ગાયમાતા બહાર નીકળી શકે તેમ ન હોય ત્યારબાદ ગૌસેવક ભુપતભાઇ ભરવાડે વીરપુરના સ્થાનિક સેવાભાવી એવા બટુકભાઈ ચાવડા તેમજ દીપકભાઈ ચાવડા તથા રોહિત ચાવડાને જાણ કરતા તુરંત જ રોહિતભાઈ ચાવડા પોતાનું જેસીબી લઈને ગાયમાતાને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી સૌચાલયની કુંડી માંથી ગાયમાતાને હેમખેમ બહાર કાઢી હતી.

વીરપુર સ્થાનિકોએ જણાવ્યું હતું કે રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પે એન્ડ યુઝ જાહેર સૌચાલયની કુંડીમાં અવારનવાર પશુઓ પડીને ખુંપી જાય છે,જેમને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવે તેવી ગૌરક્ષકોમાં તેમજ ગૌપ્રેમીઓમા માંગ ઉઠવા પામી છે.

(1:14 pm IST)