સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

સવારે વંથલીમાં ધોધમાર અડધો ઇંચ વરસાદઃ જૂનાગઢ સહિત વિસ્તારોમાં ઝાપટા

માણાવદર, માંગરોળ, મેંદરડા, વિસાવદરમાં મેઘકૃપા

જૂનાગઢ તા. ૧૮ :.. આજે સવારે વંથલીમાં ધોધમાર અર્ધો ઇંચ વરસાદ ખાબકયો હતો. જયારે જૂનાગઢ સહિત પાંચ તાલુકામાં હળવાથી ભારે વરસાદનાં ઝાપટા વરસી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં ગઇકાલથી ફરી મેઘરાજાએ આળસ મરડી છે. આજે સવારે છ વાગ્યે પુરા થયેલા ર૪ કલાક દરમ્યન સોરઠમાં મુલ ૧૧ર મી. મી. વરસાદ નોંધાયો હતો. જે સાથે મોસમના કુલ વરસાદ વધીને ૧૧૯૦ મીમી ઉપર પહોંચી ગયો છે.

વંથલી વિસ્તારમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. વંથલીમાં ર૪ કલાક દરમ્યાન ૧૪ મી. મી. વરસાદ નોંધાયા બાદ સવારે ધોધમાર ૧ર મી. મી. વરસાદ ખાબકતા પાણી પાણી થઇ ગયુ હતું.

જૂનાગઢમાં વહેલી સવારથી ઝાપટા સ્વરૂપે મેઘાએ પુનઃ મંડાણ કર્યા છે અને સવારે ૬ થી ૧૦ નાં ૪ કલાકમાં વધુ બે મીમી પાણી પડયાનું નોંધાયું છે.

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આજે સવારે વરસાદને લઇને દૂધેશ્વર પમ્પીંગ ખાતે એક ઝાડ જમીન દોસ્ત થયું હતું જેમાં કોઇને ઇજા થઇ ન હતી.

જૂનાગઢની સાથે સાથે માણાવદર અને માંગરોળમાં તાલુકામાં આજે વધુ ૭ મી. કી. અને ભેંસાણમાં ૪ મી.મી. તેમજ મેંદરડા ખાતે ૪ મીમી વરસાદ નોંધાયો છે.

(1:12 pm IST)