સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

અમરેલી જીલ્લામાં જળસંકટઃ ૮ ડેમ તળીયા ઝાટક

ર ડેમમાં તળીયાની સપાટીએ પાણી પહોંચ્યુ

અમરેલી તા. ૧૮ :.. જિલ્લામાં કુલ ૧૦ મધ્યમ સિંચાઇ ના ડેમો આવેલા છે અને મોટી સિંચાઇને એક પણ ડેમ નથી. નાના ચેક ડેમોની સંખ્યા ૧પ૦ થી પણ વધુ છે જે ે તમામ ચેક ડેમો તો ઉનાળાની શરૂઆતના સમયથી જ ખાલી થઇ ગયા છે. મધ્યમ સિંચાઇના ડેમોમાં જોઇએ તો મુંજીયાસર, વાંકિયા, અમરેલીના ઠેબી અને વડી, શેલદેદુમલ, સુરજવડી, ધાતરવડી-ર ડેમોમાં લાંા સમયથી ટીપું પાણી  પણ નથી અરે રેતી ઉડી રહી છે. રાયડી ડેમમાં ૦.૦૩ર એમસીએમ પાણી છે જે ડેડ સ્ટોક હોવાથી તે ડેમ પણ ખાલી છે. આમ ૧૦ માંથી ૮ ડેમો ખાલી થઇ ગયા છે. જયારે અમરેલીની જીવાદોરી સમાન ધારીના ખોડીયાર ડેમમાં ૧૯૪.૭૦ મીટરની કુલ ક્ષમતા સામે હાલમાં પ.૦૮૭ એમસીએમ જ પાણી બચ્યું છે અને હાલમાં ધારી તથા ચલાલાને તેમંથી પીવાનું પાણી આપવામાં આવે છે અને તે વધારે ખેંચી શકે તેમ નથી. આ જ રીતે રાજૂલા - જાફરાબાદ વિસ્તાર માટે આશીર્વાદરૂપ ધાતરવડી-૧ ડેમમાં માત્ર ૧.૭૦ એમસીએમ પાણી જ છે જે પણપ તળીયાની સપાટીએ પહોંચવા આવ્યું છે.

 

પીવાના પાણીની સમસ્યા હલ થાય એ માટે લાખોના ખૂચે ઠેબી ડેમ બનાવવામાં આવ્યો હતો પણ ઉનાળાની શરૂઆતથી જ આ ડેમ ખાલી થઇ ગયો છે અને તેમાંથી હજુ પણ અમરેલી શહેરને પીવાનું પાણી નસીબ થયું નથી. પાલિકાના અન્ય સ્થાનિક સ્ત્રોત પણ લાંબા સમયથી ડૂકી ગયા હોવાથી હાલમં અમરેલીને પીવાના પાણી માટે માત્ર ને માત્ર મહિ પરિએજ યોજના પર જ આધાર છે.

ર૦૧૮ ના વર્ષમાં અમરેલી જિલ્લામાં નબળું વર્ષ થયું હતું ને ઓછો વરસાદ થવાના કારણે ડેમો પુરતા ભરાયા જ નથી. આ વર્ષે જો વરસાદ ખેંચાય કે આ વર્ષો પણ નબળું થાય તો તમામ ડેમો તળીયા ઝાટક થઇ જવાના કારણે ગંભીર સ્થિતિનું નિર્માણ થાય તેમ છે અને લોકોને પીવાનું પાણી પુરૃં પાડવું તંત્ર સામે પડકારરૂપ બની રહે તેમ છે.

જિલ્લાના ડેમોની સ્થિતિ

ડેમ હાલપાણી (એમસીએમ)

વરસાદ મી. મી.

ક્ષમતા

મીટર

ખોડીયાર

૧૯

૧૯૪.૭૦

પ.૦૮૭

મુંજીયાસર

ર૪

પપ.૪૭૪

નીલ

વાંકીયા

૩ર

૧ર૩.૦૦

નીલ

ઠેબી

૪૩

૧૧૭.પ૦

નીલ

વડી

૧પ

૧ર૬.૦૦

નીલ

ધાતર-૧

૪૦

૧ર૬.૦૦

નીલ

રાયડી

૭પ

૭૦.૪૭

૧.૭૦

શેલદેદુમલ

૪૦

૪ર.૪૦

૦.૦૩ર

સુરજવડી

૪પ

૪ર.૯૯

નીલ

ધાતર-ર

૭૦

૧૭.ર૧

નીલ

(1:09 pm IST)