સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

ભાણવડના રાણપર ગામની સીમમાં દારૂનો જથ્થો ઝડપાયો

ખંભાળીયા, તા., ૧૮: દેવભુમી દ્વારકા જીલ્લાની પોલીસ અધિક્ષક શ્રી તથા મહે. મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જામ ખંભાળીયાનાઓના માર્ગદર્શન મુજબ ભાણવડ તાલુકાના રાણપર  ગામ પાસે આવેલ બરડા ડુંગરમાં અવાર નવાર વિશાળ જથ્થો પકડાયેલ હોય જેથી બરડા ડુંગરમાં કોમ્બીંગ રાખવામાં આવેલ જે દરમ્યાન સ્ટાફના પો.કોન્સ. હેમંતભાઇ નથુભાઇ નંદાણીયા તથા પો.કોન્સ. કિશોરભાઇ સરમણભાઇ નંદાણીયા નાઓની ચોક્કસ બાતમી આધારે રાણપર ગામના અગાઉ ઇંગ્લીશ દારૂના ધંધા સાથે સંકળાયેલ (૧) વેજાભાઇ ભોરાભાઇ શામળા (ર) ધાનાભાઇ આલાભાઇ કોડીયાતર (૩) વિરાભાઇ ભાયાભાઇ કોડીયાતર તથા (૪) બોઘાભાઇ પુંજાભાઇ શામળા (પ) માયાભાઇ બાલાભાઇ કોડીયાતર રહે. બધા રાણપર તા.ભાણવડ વાળાઓ ધામણીનેશ તરફ જતા કાચા રસ્તેની સાઇડમાંથી જાળી જાખરાઓ અલગ-અલગ જગ્યાએ સંતાડી રાખેલ રર૮ કિ. રૂ. ૯૧ર૦૦ મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં ભાણવડ પો.સ્ટે.ના પો.સબ. ઇન્સ. શ્રી વાય.જી.મકવાણા તથા પો.સબ ઇન્સ. જે.જી. સોલંકી  તથા પો.હેડ કોન્સ. દેશુરભાઇ ખીમાણંદભાઇ ભાંચકન તથા પો.કોન્સ. હેમંતભાઇ નથુભાઇ નંદાણીયા તથા કિશોરભાઇ સરમણભાઇ નંદાણીયા તથા કિશોરસિંહ ચંદુભા જાડેજા તથા ભરતભાઇ અરજણભાઇ સભાડ તથા મેહુલકુમાર પ્રવિણભાઇ ભડવાણીયા તથા દુષ્યંતભાઇ દશરથસિંહ ઝાલા તથા પરેશભાઇ નારણભાઇ સાંજવા તથા પો.કોન્સ. મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા મયુરભાઇ રામભાઇ ગોજીયાનાઓ એક કરેલ છે.

ખનીજ ચોરી ઝડપાઇ

રાણપર ગામની શામળાસા પીરની વીડી વિસ્તારમાં કોઇ અજાણ્યા ઇસમોએ કોઇ પણ સમયે ચકરડીઓ દ્વારા બિનઅધિકૃત રીતે પથ્થરનું ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવેલ હોવાનું સામે આવતા સ્થળ પરથી બે ચકરડીઓ, ખનીજ જથ્થો ૭૭પપ મેટ્રીક ટન તથા પર્યાવરણને થયેલ નુકશાન મળી કુલ રૂ. ૩૯,૦૮,પર૦ની ખનીજ ચોરી કર્યાનું સામે આવતા ભાણવડ રેન્જ ફોરેસ્ટ અધિકારી એ.વી.કરમટાએ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ભાણવડ પોલીસ મથકે ફરીયાદ નોંધાવેલ છે.

(1:06 pm IST)