સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

શાપર-વેરાવળમાં ધીમીધારે વરસાદ

શાપર-વેરાવળ, તા., ૧૮: આજે વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. આજે વહેલી સવારે ત્રણ વાગ્યાથી વરસાદ હળવા-ભારે વરસાદ સતત ચાલુ રહયો હતો. અંદાજે અડધો ઇંચ  જેટલો વરસાદપડી ગયો હતો. આ લખાઇ રહયું છે ત્યારે ધીમી ધારે વરસાદ શરૂ છે. ઘણા ખેડુતે વાવણી કરી લીધી છે.

તેના માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે. ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. જો કે ધોધમાર વરસાદ થાય તેવી લોકો પ્રાર્થના કરી રહયા છે.

(11:44 am IST)