સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

પોરબંદરમાં સવારે છુટોછવાયો વરસાદઃ દરિયાકાંઠે ૩૫ થી ૪૦ કિમી ઝડપે પવનઃ ૨ મીટર ઉછળતા મોજા

પોરબંદર તા.૧૮: સવારે છુટોછવાયો વરસાદ વરસ્ત ગયા હતો દરિયાકાંઠે સવારે ૩૫ થી ૪૦ કીમી ઝડપે પવન ફુંકાય રહેલ છે. દરિયામાં ભરતીને લીધે ૨ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે બંદર કાંઠે આજે ત્રીજા દિવસે ૩ નંબરનું સિગ્નલ ચાલુ રાખવામાં આવ્યું છે. જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ૭ મીમી (૬૬મીમી) રાણાવાવ ૪ મીમી (૯૨ મીમી) કુતિયાણા ૮ મીમી (૧૦૪ મીમી) ખંભાળા જળાશય ૪ મીમી (૪૯ મીમી) ફોદાળા જળાશય ૬ મીમી (૬૫ મીમી). એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૯,૭ મીમી ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૨,૨ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૨૭,૮ સે.ગ્રે ભેજ ૯૫ ટકા, પવનની ગતિ ૨૦ કીમી હવાનું દબાણ ૧૦૦૧,૧ એચ.પી.એ. સુર્યોદય ૬,૯ તથા સુર્યાસ્ત ૭,૩૬ મીનીટે.

(11:44 am IST)