સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th June 2018

સુરેન્દ્રનગરમાં ગાંધીનગરની ટીમો દ્વારા ફુડ સેફટી વાન દ્વારા દુધના નમુના લેવાયા

સુરેન્દ્રનગર, તા., ૧૮: સુરેન્દ્રનગરમાં દુધમાં મોટાપાયે ભેળસેળ થતા હોવાની અનેક ફરીયાદો ઉઠતા સુરેન્દ્રનગરમાં ફુડ સેફટી ઓન વ્હીબર્સ લખેલી ગર્વમેન્ટ ઓફ ગુજરાતના સરકારી વાન આવી પહોંચેલ હતી. વાનમાં અધિકારીઓ દ્વારા અનેક ડેરીના સંચાલકો પાસેથી દુધના નમુના લેવાયા હતા. જેના કારણે દુધમંડળીઓ અને દુકાનદારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

જયારે ફુડ સેફટી અધિકારી અને ડેરીના સંચાલકોએ આ અંગે અજાણતા દર્શાવતા વિવાદ સાથે ભારે દોડધામ પણ મચી જવા પામેલ છે. સમગ્ર રાજયમાં દુધમાં થતી ભેળસેળ ડામવા માટે ફુડ એન્ડ વિભાગ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડવામાં આવ્યા છે.

આ અંગે સુરેન્દ્રનગર ફુડ સેફટી ઓફીસર એ.બી.રાઠવાએ જણાવેલ છે કે ગાંધીનગરથી આવી ફુડ સેફટી ઓન વ્હીલસ વાન હાલમાં જ શરૂ કરાઇ છે. ત્યારે આ વાન સુરેન્દ્રનગરમાં આવી તે અંગેની અમોને જાણકારી નથી. આ અંગે વાહનના અધિકારી પ્રવિણભાઇ દ્વારા જણાવામાં આવેલ છે કેફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્સ ઓર્થોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા હૈદ્રાબાદના વીમટા લેર્બ્સ લીમીટેડને દુધના નમુના લેવા માટે થર્ડ પાર્ટી એપોઇમેન્ટ કરાઇ છે. જે અનુસંધાને અમદાવાદની અમારી ઓફીસેથી નિકળી સુરેન્દ્રનગર શહેરમાં દુધ ભરતા ડેરી સંચાલકો પાસેથી નમુના લીધેલ છે. અમારે માત્ર નમુના લઇ જમા કરાવવાના હોય છે. ત્યારે ડેરીના સંચાલકોમાં પણ રોષ છવાયો છે.

(4:03 pm IST)