સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th June 2018

જામકંડોરણામાં રમજાન ઇદની શાનદાર ઉજવણી

જામકંડોરણામાં સમસ્ત સુન્ની મુસ્લીમ જમાત દ્વારા રમજાન ઇદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા પવિત્ર રમજાન માસના ૨૯ દિવસ પુરા કરતા આજે ઇદુલ ફિન્ન ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજે મોટાપીરની દરગાહથી ઝુલુસ નીકળેલ જે દરબારગઢ ચોક, મેઇન બજાર, હુશેની ચોક થઇ ઇદ  દરગાહે પુર્ણ થયું હતું જેમા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઇદ દરગાહે સમુહ નમાજ અદા કરી હતી અને એકબીજાને ઇદ મુબારક પાઠવેલ હતા. આ ઇદના પ્રસંગે તાલુકાભરમાંથી મુસ્લિમ જમાતના લોકોએ હાજરી આપી હતી. (તસ્વીર. અહેવાલઃ મનસુખ બાલધા.જામકંડોરણા) (૨૩.૪)

 

(11:57 am IST)