સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th June 2018

ધ્રાંગધ્રામાં પૈસાની લેતીદેતીનાં પ્રશ્ને મહિલાને મારમારીને ૬ શખ્સો દ્વારા હવામાં ફાયરીંગ

વઢવાણ, તા. ૧૮ :  ધ્રાંગધ્રા સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલાને નાણાની લેતીદેતી બાબતમાં છ શખ્સો એકાએક ઘસી આવી અને મારમારી  ફાયરીંગ કરતા સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત વિગત અનુસારમાં ધ્રાંગધ્રા શહેરની સોસાયટી વિસ્તારમાં રહેતા સોનમ હબીબભાઇ વડગામાના ઘરે રાત્રીના પાટડી તાલુકાના ગેડીયા ગામના મુજબ  અમીરખાન સડેલાના શબ્બીરભાઇ ઇસાભાઇ સિપાઇ મુજબખાન નોભાણો અને ત્રણ સાથે આવેલા અજાણ્યા શખ્સો રાત્રીના ઘરે આવી નાણાની લેતીદેતી બાબતમાં બોલાચાલી કરેલ હતી.

બાદમાં ઉશ્કેરાઇ જઇ પાઇપ અને ઘાતક હથિયારો વડે સોનમબેન હબીબભાઇ વડગામા ઉપર હુમલો કરી અને ઇજા કરેલ હતી અને ફાયરીંગ પણ કર્યા હતા જાનથી મારી નાખવા અંગેની ધાક ધમકી આપી નાશી છુટવામાં સફળ રહ્યા હતા ત્યારે ધ્રાંગધ્રા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાલ હાથ ધરેલ છે. (૪.૪)

(11:48 am IST)