સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

ચેક રીટર્નના કેસમાં ચેકની પૂરી રકમ સાથે ૩૦૦૦ રૂપિયા નો દંડ અને છ માસની સજા

ગોંડલમા અદાલતે ચેક રીટર્નના કેસમાં ચેકની પૂરી રકમ ૭૯,૬૬૪ સાથે ૩૦૦૦ રૂપિયા નો દંડ અને છ માસની સજા ફટકારી

ગોંડલ :ગોંડલમા અદાલતે ચેક રીટર્નના કેસમાં ચેકની પૂરી રકમ ૭૯,૬૬૪ સાથે ૩૦૦૦ રૂપિયા નો દંડ અને છ માસની સજા ફટકારી છે. એટલુજ નહિ ચેકની પૂરી રકમ એક માસમાં ના ભરપાઈ કરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરાયો છે.

  આ અંગે મળતી વિગતો મુજબ ગોડલમાં આવેલ શ્રી કેશવ કો. ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માંથી ગોંડલ ના ઘનજીભાઈ વૈષ્ણવએ ધંધા માટે લોન લીધી હતી. આ લોનની રકમની ચુકવણી માટે ધનજીભાઈ વૈષ્ણવ એ ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં રજુ કરતા બેલેન્સના અભાવે રીટર્ન થયો હતો.બાદમાં ગોંડલ શાખાના મેનેજર  ભગીરથસિંહ જાડેજા એ વકીલ  પરેશભાઈ રામાણી મારફતે કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. આ કેસ ચાલી જતા એડી. જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ  પ્રિયા દુઆ ની કોર્ટે દ્વારા આરોપીને ચેકની પૂરી રકમ ૭૯,૬૬૪ સાથે ૩૦૦૦ રૂપિયા નો દંડ અને છ માસની સજા ફટકારી છે. 

 

(6:38 pm IST)