સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

જેસર તાલુકાના તાંતણીયા ગામે જેસીબીમાં જાન જોડી જઈ રહેલા વરરાજાનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

આજુબાજુના ગ્રામજનો તથા લગ્નમાં પધારેલા મહેમાનોમાં કૂતુહલ સર્જાયુ

ભાવનગરઃ જેસર તાલુકાના તાંતણીયા ગામે દાઉદભાઈ ઓઢેજાના પુત્ર નજીરભાઈની જાન મોટર કાર કે હાથી ઘોડાને બદલે જેસીબીમાં નિકળતા વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા મહેમાનો તથા આજુબાજુના ગ્રામજનોમાં કૂતુહલ સર્જાયુ હતું.

આજકાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે લોકો અવનવા ટેકનિક અપનાવીને અહેવાલોમાં ચમકી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં ભાવનગરની એક જાનનો વીડિયો વાયરલ થયો છે. જેસર તાલુકાના તાંતણીયા ગામે JCB માં જાન જોડી જઈ રહેલા વરરાજાનો વિડિયો વાયરલ થયો છે. વરરાજાએ અનોખી રીતે લગ્ન કર્યા હતા. વરરાજાએ JCBમાં સવાર થઈ સાસરિયે પહોંચ્યા હતા.

હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે પ્રસંગોની યાદગીરી માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે. જેસર તાલુકાના તાંતણીયા ગામે દાઉદ અલીભાઈ ઓઢેજાએ દીકરાના લગ્નને યાદગાર બનાવવા એક અલગ પહેલ કરી છે. વરરાજા નજીરભાઈ ઓઢેજાએ પોતાની જાન મોંઘીદાટ કાર કે હાથી ઘોડાને છોડી JCBમાં જોડી હતી. વાજતે ગાજતે ધામધૂમથી JCB માં જાન જોડી પોતાના સાસરિયે પહોંચ્યા હતા. JCB માં જાન જોડીને જઈ રહેલા વરરાજાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જેસર તાલુકાના તાંતણિયા ગામ ખાતે દાઉદભાઈ અલીભાઈ ઓઢેજાના દીકરા નજીરભાઈ ઓઢેજા પોતાની જાન JCBમાં વાજતે-ગાજતે ધામધૂમથી નીકળી પોતાના સાસરે પહોંચ્યા હતા, જેને જોઈ આજુબાજુનાં ગ્રામજનો તેમજ લગ્નમાં પધારેલા મહેમાનોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો.

નોંધનીય છે કે લગ્ન પ્રસંગ યાદગાર બનાવવા લોકો અવનવા કીમિયાઓ અજમાવતા હોય છે, જેમાં લોકો હેલિકોપ્ટર, બાઇક, મોંઘીદાટ કાર, ટ્રેક્ટરો, બળદગાડા, ઘોડાગાડી, ઊંટ ગાડીઓમાં પોતાની જાન જોડાવતા હોય છે, ત્યારે હવે એમાં જેસીબીનું નામ પણ ઉમેરાયું છે.

(5:35 pm IST)