સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

વિસવદરમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો :24 કલાક અંધારપટ્ટ :બસ સ્ટેન્ડના પંખાઓ તૂટ્યા: હોર્ડિંગ ઉડ્યા: વૃક્ષો ધરાશયી

વિસાવદર : ગતરાત્રે દીવ અને મહુવાના દરિયા કિનારે ટકરાયેલા વાવાઝોડા તાઉ-તે એ ગુજરાતમાં ભારે વિનાશ વેરયો છે. તોતિંગ અને અડીખમ ઉભેલા વૃક્ષો ધારસાઈ થયા છે. દરિયા કિનારે લાન્ગારેલી બોટ પણ ફ્દારીયામાં તણાઈ ગઈ છે , શહેરી વિસ્તારમાં પણ  વાવાઝોડાએ મોટો વિનાશ વેર્યો છે. જુનાગઢ જીલ્લાના વિસવદર ખાતે પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. વીજ પુરવઠો છેલા 24 કલાક થી ખોરવાયો છે  વિસાવદર માં વાવાઝોડા ના કારણે બસ સ્ટેન્ડ ના પંખાઓ તૂટ્યા છે વાવાઝોડા ના કારણે બસ સ્ટેન્ડ ના હોર્ડિંગ તૂટ્યા છે અને વરસાદ ના કારણે માંડવણી નદી ના પાણી વહેતા  થયા છે શહેરમાં મોટા તોતિંગ વૃક્ષો ધરાસાઈ  થયા છે

 

(12:39 am IST)