સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરની હાલની વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત

કાળીપાટ, ત્રંબા, માનવ મંદિર કસ્તૂરબાધામ, અણીયારા અને લાખાપર ગામોની જાતે મુલાકાત લીધી અને લોકો સાથે સીધો સંપર્ક કર્યો

રાજકોટ : "તૌકતે" વાવાઝોડાને કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પડેલ હાલાકી અને થયેલ નુકસાની અંગે સચોટ ખ્યાલ મેળવવા પ્રમુખ  ભૂપતભાઇ બોદરે પોતે આ વિકટ પરીસ્થીમાં (૧) કાળીપાટ (૨) ત્રંબા (૩) માનવ મંદિર કસ્તૂરબાધામ (૪) અણીયારા  અને (૫) લાખાપર ગામોની જાતે મુલાકાત લીધી હતી અને લોકો સાથે સીધો સંપર્ક કર્યો હતો. તેમણે લોકોને થયેલ હાલાકીઓના નિવારણ અંગે જરૂરી સૂચનો જે તે ગામના તલાટી મંત્રી તેમજ સરપંચશ્રીઓને આપેલ હતા અને કોઈ પણ જાતની સહાયની જરૂર હોઈ તો વિના સંકોચે ગમે તે સમયે જાણ કરવા જણાવ્યું હતું.
પ્રમુખ ભૂપતભાઇ બોદરની આ ત્વરીત સીધા સંપર્ક/મુલાકાતો થી ગામલોકોનો પોતે ચૂંટેલા પ્રતિનિધિઓ અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર પરનો વિશ્વાસ વધ્યો હતો અને આ કાર્યની પ્રશંશા કરી હતી.

(9:35 pm IST)