સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

પડધરી પંથકમાં ૯૬૦ લોકોનું સ્‍થળાંતર

અશકત લોકોને પોલીસે ખભે ઉપાડી પહોંચાડયાઃ ભોજન વ્‍યવસ્‍થાઃ સરાહનીય કામગીરી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૧૮: હવામાન વિભાગની આગાહી મુજબ તૌકતે વાવાઝોડાનું તોળાઇ રહેલ સંકટને પહોંચી વળવા પડધરી મામલતદાર ભાવનાબેન વિરોજા, મામલદતાર કચેરી સ્‍ટાફ પડધરી પોલીસ સ્‍ટેશન પી.એસ.આઇ. વી. એમ. લગારીયા તેમજ પોલીસ સ્‍ટાફ દ્વારા કાચા અને જર્જરીત મકાનો તેમજ ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોનું સલામત સ્‍થળે સ્‍થળાંતર કરવામાં આવ્‍યું, પડધરી શહેરમાં ૩૦૪ લોકોને બી.આર.સી. ભવન અને પ્રાથમીક સ્‍કુલમાં સ્‍થળાંતર કરવામાં આવેલ, પડધરી શહેર સહીત ૧૩ ગામોમાં કુલ ૯૬૦ લોકોનું સલામત સ્‍થળે સ્‍થળાંતર કરવામાં આવેલ છે, સ્‍થળાંતરની કામગીરી દરમ્‍યાન અશકત લોકોને પોલીસ દ્વારા ખભા પર બેસાડી સલામત સ્‍થળે પહોંચાડી સરાહનીય કામગીરી કરવામાં આવેલ પડધરી શહેરમાં સ્‍થળાંતર કરેલ લોકોને ભોજનની વ્‍યસથા છોટે શ્રી ગણેશ મહોત્‍સવ સમિતિ પડધરી દ્વારા કરવામાં આવેલ છે, એપ્રિલ-ર૦ર૦ માં પણ લોકડાઉન સમયે આર્થિક નબળા લોકો માટે પણ ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ, સમિતિના સભ્‍યો દ્વારા કુદરતી આફતોના સમયમાં એક ભાઇ બીજા ભાઇને મદદ કરી રહ્યો છે તેવી પારિવારીક શુભ ભાવનાથી ભોજન વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. વાવાઝોડાને અનુલક્ષીને હાલ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે.

(1:41 pm IST)