સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

જૂનાગઢ જેલમાંથી ૨૮ કેદીની મુકિત

જૂનાગઢ, તા.૧૮: જિલ્લા જેલમાં જૂનાગઢના શિફ્ટ સોલંકી તથા અત્રેના સ્ટાફ દુધરેજીયા ભાઈ તેમજ ધર્મિષ્ઠાબેન જોશી એડવોકેટ તેમજ અને એડવોકેટ અત્રે જેલમાં હાજર રહી અને જૂનાગઢ જિલ્લા જેલમાંથી સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટની ગાઇડલાઇન તેમજ સુપ્રીમ કોર્ટના સુઓમોટો રિટ મુજબ મહામારીના રોગના કારણે જેલમાં કાચા કામના કેદી તેમજ અને પાકા કામના કેદીઓ ૯૦ દિવસની મુદત આરોપીઓને જામીન આપેલા છે એમાં જૂનાગઢના જેલના જેલર રબારી તેમજ અન્ય સ્ટાફ દ્વારા ૨૮ કેદીઓને છોડવામાં આવેલા અને આરોપીને છોડ્યા બાદ જાણવા મળેલું કે આરોપીઓને તેના દ્યર સુધી પહોંચાડવાની જવાબદારી પણ જિલ્લા જેલ ના અધિકારીશ્રીએ છે તો દ્યણો ઉમદા કાર્ય છે અને આ તમામ ૯૦ દિવસ પછી પાછું હાજર થઈ જવાનું છે આમ આ રીતે આરોપીઓના જામીનગીરીની કામગીરી ધર્મિષ્ઠાબેન જોશી અને વકીલ નિમાયા એ જવાબદારી ઉઠાવી હતી અને તમામ આરોપીઓને જૂનાગઢ જિલ્લા જેલમાંથી છોડાવવા ની કામગીરી સરકારની રહે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ કરવામાં આવેલી છે.

(1:38 pm IST)