સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

સુરેન્‍દ્રનગર જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ : વૃક્ષો - બેનરો તૂટયા

૨ NDRFની ટીમો તૈનાત : ૧૨૫૮ સરકારી કર્મચારીઓ કામે લાગ્‍યા : કલેકટર સહિતના અધિકારીઓ ખડેપગે

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૮ : વાવાઝોડાની અસર સુરેન્‍દ્રનગરમાં જોવા મળી રહી છે સુરેન્‍દ્રનગરમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે સુરેન્‍દ્રનગરના તાલુકાઓમાં બે ઇંચ સુધીનો વરસાદ ખાબકતાં પામ્‍યો છે ખાસ કરી સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા વઢવાણ મૂળી થાન પંથકમાં વાવાઝોડાની વધુ અસર વર્તાઈ રહી છે ખેડૂતોના ઉભા પાકને પણ હાલમાં નુકસાન થવા પામ્‍યું છે.

સુરેન્‍દ્રનગરમાં વાવાઝોડાના પગલે સરકારી તંત્ર સહિત જિલ્લા પ્રશાસન વિભાગ પોતાના એકશનમાં માં આવી ચૂક્‍યો છે સુરેન્‍દ્રનગર કલેકટર ગઈકાલે રાત્રે ૧ વાગ્‍યા સુધી કલેકટર ઓફિસમાં સ્‍ટેન્‍ડબાય રહ્યા હતા અને સમગ્ર સુરેન્‍દ્રનગર જિલ્લાની પરિસ્‍થિતિનો ખ્‍યાલ પણ જિલ્લા કલેકટર કે રાજેશ દ્વારા સતત મેળવવામાં આવી રહ્યો હતો બીજી તરફ જિલ્લામાં વાવાઝોડાના પગલે વધુ અસર વર્તાઈ રહી છે અને વૃક્ષો અને બેનરો પડી ચૂક્‍યા છે.

તેવા સંજોગોમાં સુરેન્‍દ્રનગરમાં સૌથી વધુ સાયલા પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે બીજી તરફ વઢવાણમાં પણ સવા ઈંચ જેટલો વરસાદ ખાબકી ચુક્‍યો છે આ ઉપરાંત મુળી ચોટીલા પંથકમાં પણ વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થવા પામ્‍યું છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં એક તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો છે.

વાવાઝોડાને લઈને સુરેન્‍દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્‍યારે ખાસ કરીને સુરેન્‍દ્રનગર જિલ્લાના પાટડી દસાડા ધ્રાંગધ્રા પંથકમાં બે એનડીઆરએફની ટીમો પણ હાલમાં તેનાન કરી દેવામાં આવી છે ત્‍યારે હાલમાં વાવાઝોડાના પગલે ખુદ જિલ્લા કલેકટર સતત ચિંતિત છે અને પોતે સ્‍ટેન્‍ડબાય થઈ જવા પામ્‍યા છે વહેલી સવારે પણ પોતાની ઓફિસે આવી ચૂક્‍યા છે અને સમગ્ર પરિસ્‍થિતિની વિગતવાર માહિતી મેળવી રહ્યા છે.

સુરેન્‍દ્રનગર સરકારી કર્મચારીઓ સહિત નો સ્‍ટાફ કામે લાગ્‍યો છે કોન્‍ટ્રાક્‍ટ બેઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ પણ હાલમાં કામે લાગ્‍યા છે ત્‍યારે ઉલ્લેખનીય છે કે ૧૨૫૮ જેટલા કર્મચારીઓ હાલમાં કામે લાગ્‍યા છે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર સહિત ક્‍લાસ વન ક્‍લાસ ટુ તથા ક્‍લાસ ૩ અને વર્ગ ૪ના કર્મચારીઓ હાલમાં વાવાઝોડાના પગલે કામે લાગ્‍યા છે સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર તથા સરકારની સૂચનાથી જિલ્લાના પાટડી દસાડા વઢવાણ મૂળી સાયલા ચોટીલા પંથકમાં ૧૨૫૮ કર્મચારીઓ કામે લાગ્‍યા છે. અને સુરેન્‍દ્રનગર જિલ્લો હાલમાં વાવાઝોડાના પગલે કોઈપણ જાનહાનિ ન સર્જાય તે માટે સજ્જ બન્‍યા છે.

બે દિવસથી વાતાવરણ માં વાવાઝોડા ની અસર જોવા મળી રહી છે ત્‍યારે અત્‍યાર સુધીમાં કોઇ પણ સ્‍થળે જાનહાનિ થઈ હોય તેવું સામે આવ્‍યું નથી ત્‍યારે સૌથી વધુ સુરેન્‍દ્રનગર જિલ્લો એ ગુજરાત રાજયનો પશુપાલક જિલ્લો ગણવામાં આવી રહ્યો છે ત્‍યારે સૌથી વધુ જિલ્લામાં જો પશુ હોય તો તે સુરેન્‍દ્રનગર જિલ્લામાં ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા સૌથી વધુ પશુ અને નુકસાન થાય તેવી શક્‍યતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી છે.

(12:46 pm IST)