સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

રાજુલામાં સ્‍થળાંતરિત લોકો પણ મુશ્‍કેલીમાં

રાજુલા તા.૧૮ : સરકાર દ્વારા તંત્રને દોડતું કરવામાં આવેલ તેમા અમરેલી કલેકટર તથા ડીએસપી, એસવાયએસપી ભાવનગર રેન્‍જ આઇ. જી. તેમજ અમરેલી જીલ્લામાં વાવાઝોડાના પ્રભારી તરીકે કુંવરજી બાવળીયાને મુકેલ છે તેઓ પણ જાફરાબાદમાં હાજર રહેલ છે.

દરિયા કિનારાના ગામો જેવા કે શિયાયબેટ, બાબડકોટ જાફરબાદ વિગેરેની નિરીક્ષણ કરેલ જેમાં પીપાવાવ જેટી ઉપર એનડીઆરએફ ટીમો તથા પોલીસ જવાનો તૈયનાત કરવામાં આવેલ હતો. જાફરાબાદમાં જે જગ્‍યાએ લોકોને સ્‍થળાંતર કરીને રાખેલ છે તે પારેખ એન્‍ડ મહેતા સ્‍કુલમાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્‍ય અંબરીશભાઇ ડેર ફુડ પેકેટ તેમજ પાણીની બોટલો પોતાની સાથે લાવેલા હતા અને લોકોને જમવાની વ્‍યવસ્‍થા વિશે પુછવામાં આવતા જણાવેલ કે અહિ સવારથી અમો છીએ પરંતુ જાફરાબાદ મામલતદાર દ્વારા કોઇ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ નથી ત્‍યારે ધારાસભ્‍ય ડેર દ્વારા આ અંગે મામલતદારને બોલાવવા અને લોકોની ફરીયાદ સંદર્ભે પુછતા અને ધારાસભ્‍યએ જણાવેલ કે તમે વ્‍યવસ્‍થા કરો છો ? ના થાય તેમ હોય તો અમને કહો તો અમે વ્‍યવસ્‍થા કરીએ ત્‍યારે સવારથી રજળતા લોકોને માટે સાંજના ૬ વાગ્‍યે રસોઇ બનાવવાની વ્‍યવસ્‍થા કરી હતી. સરકારના ઉચા અધિકારીઓ તેમજ રાજયના મંત્રીની હાજરી હોવા છતાં આવુ વર્તન કેમ ? સરકાર દ્વારા બધીજ વ્‍યવસ્‍થા થયેલ હોવાના દાવાઓ દ્વારા જાફરાબાદ શા માટે આવુ કરી રહ્યા છે તેવો વેધક સવાલ લોકો પુછી રહ્યા છે.

પ્રજા એક બાજુ કોરોના કહેર બીજુ બાજુ સવારે આવેલ ભૂકંપ અને બાદમાં વાવાઝોડાને કારણે લોકો ખૂબજ ભયભીત બની ગયેલ છે.

(12:45 pm IST)