સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

જામકંડોરણા નજીક વૃક્ષો ધરાશાયીઃ વાહન વ્યવહાર પુર્વવતઃ કરાયો

જામકંડોરણા તા. ૧૮ :.. જામકંડોરણામાં ગત સાંજથી જ પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો રાત આખી સુસવાટા મારતા પવન સાથે ધીમીધારે વરસાદ વરસી રહયો હતો જે આજે સવાર સુધીમાં ૩૧ મી. મી. વરસાદ નોંધાયો હતો આ ભારે પવનને લીધે જામકંડોરણા - ધોરાજી રોડ પર આંચવડના પાટીયા પાસે તથા તરવડા પાસે એક એક બાવળના ઝાડ ત્રણ પીપરના ઝાડ રસ્તા પર પડી ગયા હતાં. જામકંડોરણા મામલતદાર વી. આર. મુળીયાસીયા તથા તાલુકા વિકાસ અધિકારી બી. આર. બગથરીયા તેમજ ફોરેસ્ટ સ્ટાફ સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલીક જેસીબીની મદદથી આ રોડ પર પડેલ ઝાડને ખસેડી રસ્તા પરનો વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : મનસુખ બાલધા -જામકંડોરણા)

(12:31 pm IST)