સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

ટેસ્ટ રેટ પણ વધ્યો

જુનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો

ર૪ કલાકમાં ૩૮ર કેસ ૬ દર્દીના મોત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૮ : જુનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના કેસમા ઘટાડો યથાવત રહેતા ર૪ કલાકમાં ૩૮ર કેસ અને ૬ દર્દીના મોત નીપજયા હતા.

તા. ૧પ શનીવારના રોજ ૪૩૩ કેસ અને૮ મોત તેમજ તા.૧૬ ને રવિવારે ૪૧૧ કેસ અને ૯ દર્દીઓના જુનાગઢ જિલ્લામાં મૃત્યુ થયા હતા.

જયારે ગઇ કાલે નવા સપ્તાહનો  પ્રથમ દિવસ સોમવારે કોરોનાના કેસમાં વધુ ઘટાડો નોંધાઇને ૩૮ર કેસ થયા હતા જેમાં જુનાગઢ શહેરના ૧૬૩ કેસ ઉપરાંત જુનાગઢ રૂરલ-રપ કેશોદ-પ૩ ભેસાણ -૬૬ માળીયા-ર૩ માણાવદર-ર૮, મેંદરડા, ર૬ માંગરોળ-વધારે ર૩ અને વિસાવદરમાં ં ૧૯ હેકનો સમાવેશ થાય છે.

નવા ૩૮ર કેસની સામે જિલ્લામાં એકજ દિવસમાં ૩૧૬ દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

જુનાગઢ શહેરના સૌથીવધુ ૧પપ પેશન્ટ સ્વસ્થ થયા હતા. જિલ્લામાં ગઇકાલે મૃત્યુ દરમાં પણ સદનસીબે ઘટાડો જોવાનો હતો.

જુનાગઢ સીટીના બે દર્દી, જુનાગઢ ગ્રામ્ય, માણાવદર, માંગરોળ તેમજ વિસાવદરના  એક-એક દર્દીનુ મોત થયુ હતું.

બીજી તરફ જિલ્લામાં કરોનામેન્ટ ઝોનની સંખ્યા ૪૧૪, ઘરોની સંખ્યા ૪૩ર હોવાનું જણાવાયું છે.જયારે ૩૧૮ર લોકો કન્ટેનમેન્ટ ઝોનની કેદમાં હોવાનું જાણવા મળેલ છે

(12:27 pm IST)