સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

જુનાગઢ જિલ્લામાં વાવાઝોડાના કારણે તબાહીઃ ૧૪૬ વીજ થાંભલા અને ૩૭પ વૃક્ષો ધરાશાયી

૩પ૭ ગામોમાં વીજ પુરવઠો ઠપ્‍પ-પાંચ રસ્‍તા બંધ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮: જુનાગઢ જિલ્લામાં વાવાઝોડાનાં કારણે તબાહી જોવા મળી છે. જોકે તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

તોકતે વાવાઝોડાને લઇ જુનાગઢ જિલ્લાનાં દરિયાઇ વિસ્‍તારોએ સૌથી વધુ સઅર થઇ હોવાનાં અહેવાલ છે.

જુનાગઢ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટના સુત્રોમાં જણાવ્‍યા મુજબ જુનાગઢ જિલ્લામાં ૩૭પ વૃક્ષો જમીન દોસ્‍ત થતાં માર્ગ વ્‍યવહારને અસર થઇ છે અને પાંચ રસ્‍તા બંધ થઇ જતાં ટ્રાફિકને અન્‍ય રસ્‍તા પર ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.

તોફાની પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાની સૌથી વધુ અસર વીજ તંત્રને થવા પામી છે જેમાં ૧૪૬ જેટલા વીજ થાંભલા જમીન દોસ્‍ત થતાં ૩પ૭ જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાય ગયો છે.

આ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી પીજીવીસીએલ તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવી છે.

વાવાઝોડાથી અસરગ્રસ્‍ત થયેલા તમામ ગામો-વિસતારોમાં જરૂરી પ્રાથમિક સુવિધા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે

(11:23 am IST)