સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

પવનના લીધે ખેતરોમાં ઉભેલો પાક પણ ઢળી ગયો

જેતલસર,તા.૧૮:સૌરાષ્ટ્ર ગુજરાત ની પ્રજા ને જે વાવાઝોડાનો ભય છે તેવા ‘તૌકતે' વાવાઝોડું જેતલસર ગામને અસર પહોંચાડી ગયું હતું. જેમાં કોઈની જાનહાની થઈ ન હતી પરંતુ ખેડૂત પુત્ર ને પડ્‍યા પર પાટુ જેવી અસર થઈ છે. એક બાજુ જણસી ઓ ના ભાવ ન મળતા હોઇ અને થોડું કાઈ બચ્‍યું હોઈ તો કુદરત નો કોપ વરસવા માંડે છે. હાલ ખેડૂતો ના ખેતરમાં તલી, ઉનાળુ પાકો વગેરે ઉભા હોઈ જેને પુષ્‍કળ પ્રમાણમાં નુકશાન પહોંચ્‍યું છે.

ભેજ રહિત વાતાવરણ ને લીધે આરોગ્‍ય ખાતા નો સ્‍ટાફ પણ સાવચેત થઈ કોરોના ના સંક્રમણ ન વધે તેના માટેના પ્રયત્‍નો વધારી દીધા હતા.અને ગામ નાᅠ લોકોને ઘરમાં રહી સાવચેતી રાખવા સૂચનો આપ્‍યા હતા.એવું જેતલસર આરોગ્‍યના ડો.કાછડિયાએ જણાવ્‍યું હતું.

વાવાઝોડાને લીધે જોરદાર પવન ફૂંકાવાથી ખેતર માં ઉભેલો પાક પણ ઢળી ગયો હોય આખરે ખેડૂતપુત્ર ને ચારે બાજુ થી પડ્‍યા પર પાટા ની સ્‍થિતિ સર્જાઈ છે.ખેતપાક ના લાખો ના નુકશાન સાથે ખેડૂતો ચિંતાબોળ કોણ સાંભળશે ખેડૂતો નો પોકાર? એવુ ખેડૂતપુત્રો ના મુખે ચર્ચાઈ રહ્યું છે.

(10:41 am IST)