સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th May 2019

જૂનાગઢમાં લોહાણા યુવક ની છરીના ઘા મારીને હત્યા: રિકવરીના પૈસા ઉઘરાવવા જતા રવિ સહિત ના બે ભાઈઓ ઉપર તૂટી પડ્યા: એક ભાઈને ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયો

વિનુ જોષી દ્વારા જૂનાગઢ જૂનાગઢ શહેરમાં આજે સાંજે લોહાણા યુવક ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી ગઇ છે

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢના તિરુપતિ એપાર્ટમેન્ટ મારે તા ચિરાગ અશોકભાઈ વિઠલાણી અને હાર્દિક અશોકભાઈ વિઠલાણી નામના બે ભાઈઓ ઉપર રવિ સંજયભાઈ સહિતનાએ એચડીએફસી બેંકની રિકવરી મુદ્દે હુમલો કર્યો હતો આ ઘટનાનો ખાર રાખીને ચિરાગ અને હાર્દિક ઉપર રવિ સંજયભાઈ સહિતના શખ્સો છરી પાઇપ સાથે તૂટી પડ્યા હતા જેમાં હાર્દિક વિઠલાણી નું મોત થયું હતું જ્યારે તેમના ભાઈ ચિરાગ ને સારવાર માટે રાજકોટ ખસેડેલ છે આ બનાવથી લોહાણા સમાજમાં ભારે રોષ છવાયો છે હત્યા કરનારા ને કડક સજા કરવા માંગ ઉઠી છે.

જૂનાગઢમાં લોહાણા યુવાન હાર્દિક વિઠલાણીની ક્રૂર હત્યા થઇ છે તેના ભાઈ ચિરાગની ગંભીર સ્થિતિ છે

જૂનાગઢમાં બેન્કની રિકવરી  કરવા ગયેલા લોહાણા યુવાન હાર્દિક વિઠલાણીની હત્યા બનાવને પગલે એલસીબી સહિતની પોલીસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે.

હાર્દિક વિઠલાણીના ભાઈ ચિરાગ વિઠલાણીને પણ ગંભીર ઇજા થતાં રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડેલ છે.

તિરુપતિ એપાર્ટમેન્ટમાં યુવાનની છરી, ધોકા પાઇપ વડે હત્યા કરવામાં આવી છે.

 મરનારનું નામ હાર્દિક વિઠલાણી છે.HDB બેન્ક જૂનાગઢના કલેક્શનની અદાવતમાં હત્યા  કરવામાં આવી હોવાનું મનાય છે.

  અન્ય એક શખ્સને ગંભીર ઇજા થઈ છે તે મૃતક હાર્દિક વિઠલાણીના ભાઈ ચિરાગ વિઠલાણી ગંભીર ઈજા પામ્યા છે. તેને સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલે

ખસેડેલ છે.

યુવા અગ્રણી જયભારત ધામેચા સહિતના યુવાનો હોસ્પિટલે ડોઈ ગયા છે.

(11:49 pm IST)