સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th May 2019

ચોટીલા ડુંગરની બાજુમાં કોહવાઈ ગયેલી હાલતમાં સ્ત્રી અને પુરૂષના મૃતદેહ મળ્યા

વઢવાણ, તા. ૧૮ :. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગરની બાજુમાં ખોડીયાર ગાળામાં લટકતી હાલતમાં સ્ત્રી-પુરૂષની લાશ મળતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા ડુંગરના નાના પાળીયાદ બાજુના ભાગમાં ખોડીયાર ગાળામાં વેરાન વગડામાં લટકતી હાલતમાં કોહવાઈ ગયેલી હાલતમાં સ્ત્રી-પુરૂષની લાશ હોવાનું પોલીસને કોઈએ જણાવ્યુ હતુ જેથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

આ બન્ને પ્રેમી પંખીડા છે કે અન્ય કોઈ ? તે અંગે તપાસ હાથ ધરીને ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહ નીચે અગ્નિનો ભઠ્ઠો પણ મળી આવ્યો છે અને બન્ને વ્યકિત દાઝી ગયેલ હાલતમાં પણ જોવા મળે છે.

(4:10 pm IST)