સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th May 2019

ગોંડલમાં ડ્રોઇંગ સ્પર્ધા યોજાઇ

ગોંડલ : જયશ્રી રામ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૯૦ જેટલા સ્પર્ધકોએ ભાગ હતો. ગ્રુપમાં વહેચાયેલા સ્પર્ધકને પ્રમાણપત્ર આપીને  સન્માનીત કર્યા હતા સાથે એક, બે, ત્રણ નંબરના ડ્રોઇંગ વિજેતાને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં હતા. એમ.બી.આર્ટસ કોલેજ ખાતે ડ્રોઇંગ સ્પર્ધા યોજાઇ હતી. મુખ્ય મહેમાનપદે જયોર્તિમયસિંહ જાડેજા, હવા મહેલ તથા શ્રીમતી ગાયત્રીબા વાઘેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ વડવાળી જગ્યાના મહંત સીતારામબાપુ ગોંડલ, ન.પા. પ્રમુખ અશોક પીપળીયા, સીટીપી આઇ રામાનુજ સહિતનાની ઉપસ્થિતિમાં ડ્રોઇંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ગ્રુપ એ માંથી સાવલીયા ક્રિષ્ના, કિયોના પટેલ, હેન્સી પરમાર, ગ્રુપ બી માંથી હિનાબેન દવે, મયુરધ્વજસિંહ ઝાલા, અલવિરા પરમાર તેમજ ગ્રુપ સી માંથી પલક નિર્મળ, માનવીર એજાણી, તિર્થ વજીર ડ્રોઇંગ સ્પર્ધામાં પસંદગી થયા હતા. પ્રમાણપત્ર તેમજ શિલ્ડ એનાયત કર્યા હતા. પ્રવિણસિંહ બાપુ, મુકેશભાઇ, જગુભાઇ, અમીતભાઇ, પોપટભાઇ, હિતેશભાઇ રાવલ, ખીમણંદભાઇ ઝવેર, ચંદુબાપુ, નલીનભાઇ સોની સહિતના નામી અનામી અગ્રણીઓ ડ્રોઇંગ સ્પર્ધાને પ્રોત્સાહન આપ્યુ હતુ. સ્પર્ધાને સફળ બનાવવા જયશ્રી રામ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાયધનભાઇ સોલંકી, પ્રકાશભાઇ ઠકકર, કરશનભાઇ મકવાણા, મનુભાઇ જમોડ, દિનેશભાઇ પારધી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(12:07 pm IST)