સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th May 2019

જુનાગઢમાં બહેનને મળવા રાધનપુરથી આવેલા કુબેરનું વાહન અકસ્માતમાં મોત

કારની ઠોકરે બાઇક ચડી જતાં બનાવઃ પિત્રાઇ ભાઇને ઇજા

રાજકોટ તા. ૧૮: પાટણના રાધનપુર શિનાળ ગામે રહેતો અને છુટક મજૂરી કરતો કુબેર બાબુભાઇ બજાણીયા (ઉ.૨૨) જુનાગઢ રહેતી તેની બહેન કેસરબેનને મળવા આવ્યો હોઇ અહિ ચોબારી ચોકડી પાસે તે અને પિત્રાઇ ભાઇ દિનેશ બંને બાઇક સહિત કારની ઠોકરે ચડી જતાં બંનેને ઇજા થઇ હતી. જેમાં કુબેરને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ રાત્રીના તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. ડી. કે. ખાંભલા અને ધર્મેશભાઇ ડાંગરે કાગળો કરી જુનાગઢ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કુબેર ત્રણ ભાઇમાં મોટો હતો. તેના લગ્ન ગયા વર્ષે જ થયા હતાં. પત્નિનું નામ જમુના છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(12:04 pm IST)